પી.વી.સિંધુને કોચિંગ આપનારા કોરીયન કોચ હવે તસ્નીમ મીરને કોચીગ અપાશે
મહેસાણા, મહેસાણાની યુવા બેડમીન્ટન ખેલાડી તસ્નીમ મીરને હવે પી.વી. સિંધુના કોચ પ્રશિક્ષણ આપશે. ર૦ર૪માં યોજાનારા ઓલીમ્પીક અગાઉ તસ્નીમને આંતરરાષ્ટ્રીય કોચની દેખરેખ હેઠસ પ્રશિક્ષણ મળશે જેને લઈ યુવા ખેલાડીમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. અને આગામી સમયમાં સારો દેખાવ કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
બીડમીન્ટન એસોસીએશન ઓફ ઈન્ડીયા બીએઆઈ દ્વારા વર્ષ ર૦ર૪માં ફ્રાન્સના પેરીસમાં યોજાનારા ઓલીમ્પીકને લઈ વિદેશી કોચ રાખવામાં આવ્યા છે. જેને કાણે ભારતીય ખેલાડીઓ વધુમાં વધુ મેડલ લાવી શકે. જે અંતર્ગત સાઉથ કોરીયાના પાર્ક તે અંગગે પણ ઘણા સમયની કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ભારતની ટોચની બેડમીન્ટન ખેલાડી પી.વી. સિંધુને કોચીગ આપી રહયા હતા. જાેકે સિંધુનું છેલ્લા ઘણા સમયથી માર્ગદર્શન કથળ્યું હતું ત્યારે તાજેતરમાં કોચ બદલવાની જાહેરાત કરી હતી. અને કોચ પાર્ક તે સૌગથી અલગ થઈ હતી.
અત્યારે ભારતની યુવા બેડમીન્ટન ખેલાડીઓ સતત સારો દેખાવ કરીશ રહી છે. ત્યારે બીએઆઈ દ્વારા કોચ પાર્ક તે સેગને યુવા ખેલાડીઓ પૈકી કોને કોચીગ આપવું તે અંગે પુછવામાં આવ્યું હતું. ત્યારે પાર્કે મહેસાણાની યુવા ખેલાડીી તસ્નીમ મીરની ભલામણ કરી હતી.
આથી બીએઆઈ દ્વારા મંજૂરી અપાતા હવે પાર્ક તસ્નીમ મીરશને કોચીગ આપશે. તસ્નીમ મીરશ અત્યાર સુધી બેગ્લુરુમાં કોચીગ લઈ રહી હતી. હવે કોચ બદલાતાં તસ્નીમ હૈદરાબાદ સ્થિત પુલેલા ગોપીચંદ બેડમીન્ટન એકેડમીમાં પ્રશિક્ષણ મેળવશે.
મહેસાણાની યુવા બેડમીન્ટન ખેલાડી તસ્નીીમ મીર સતત સારો દેખાવ કરશી રહી છે. અને વર્લ્ડ બેડમીન્ટન રેકીગમાં પ૬માં ક્રમે પહોચી ગઈ છે. ટુેંકા સમયમાં તસ્નીમે એક બાદ એક સિદ્ધીીઓ મેળવતાં આંતરરાષ્ટ્રીયા સ્તરે પણ પ્રસિદ્ધી મેળવી રહી છે. ત્યારે કોરીયન કોચના માર્ગદર્શન હેઠળ તસ્નીમી વધુ સિદ્ધી મેળવશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.