Western Times News

Gujarati News

સત્તાધાર ફ્લાય ઓવરનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે શુક્રવારે ભૂમિપૂજન કરાશે

પ્રતિકાત્મક

રોજના ૭૦ હજાર વાહનચાલકોને રાહત થશે

(એજન્સી) અમદાવાદ, શહેરમાં દિન -પ્રતિદિન વકરતી જતી સમસ્યામાં ટ્રાફિકનાપ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં AMTS, BRTS બાદ હવે મેટ્રો રેલવેનો (METRO RAIL) ત્રીજાે વિકલ્પ પણ પેસેન્જર્સને ઉપલબ્ધ છે.

તેમ છતાં વધુને વધુ લોકો પોતાના ઉપયોગ માટે અંગત વાહનો વસાવી રહ્યા હોઈ આવાં વાહનોથી રોડ પરના ટ્રાફિકનું ભારણ વધે છે. મ્યુનિ. તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો કરવા ઓફલાઈન પાર્કિંગ, ઓનલાઈન પાર્કિંગ ઉપરાંત નવા-નવા બ્રિજ પ્રોજેકટ હાથ પર લેવાઈ રહ્યા છે.

હવે સત્તાવાળાઓ પશ્ચિમ અમદાવાદના સતાધાર ચારરસ્તા પાસે ફલાય ઓવરબ્રિજના નિર્માણના પ્રોજેકટને આગળ ધપાવવા જઈ રહ્યા છે. આ પ્રોજેકટ પૂર્ણ થયા બાદ રોજના ૭૦ હજાર વાહનચાલકોને રાહત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી શુક્રવાર તા.૧ર મે એ અમદાવાદીઓને રૂ.૧પ૦૦ કરોડ કરતા પણ વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળવાની છે. લાલ બહાદુર સ્ટેડિયમ પાસેના રૂ.૭૮.૮૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૦ એમએલડી એસટીપીના પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણકરાશે.

આ ઉપરાંત વાડજ જંકશન પર રૂ.૧ર૭.૯ર કરોડના ખર્ચે, ગેલેક્સી સિનેમાથી નરોડા પાટિયા સુધી રૂ.ર૬૭.૬૭ કરોડના ખર્ચે અને સતાધાર જંકશન ખાતે રૂ.૧૦૩.૬૩ કરોડના અંદાજિત ખર્ચે બનનારા ત્રણ-ત્રણ ફલાય ઓવરબ્રિજનું ખાતમુહુર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.

હવે સતાધાર જંકશન પરના ફલાય ઓવરબ્રિજના પ્રોજેકટની વાત કરીએ તો આ ફલાય ઓવરબ્રિજની લંબાઈ ૯૭પ મીટર છે તેમજ ૧૬ મીટર પહોળાઈમાં ચાર લેન ફલાય ઓવરબ્રિજનું આયોજન તંત્ર દ્વારા કરાયું છે. આ ફલાય ઓવરબ્રિજની કેરેજ-વે એટલે કે સર્વિસ રોડ ૭.પ૦ મીટર જેટલો રખાયો છે.

સતાધાર જંકશનના ઓબ્લિગેટરી સ્પાનની લંબાઈ ૩પ મીટર, કિલયર હાઈટ પ.પ૦ મીટર, સાંઈબાબા મંદિર જંકશનના ઓબ્લિગેટરી સ્પાનની લંબાઈ રપ મીટર અને કિલયર હાઈટ ચાર મીટર તેમજ સન એન સ્ટેપ જંકશનના ઓબ્લિગેટરી સ્પાનની લંબાઈ ર૦ મીટર અને કિલયર હાઈટ ૩.પ૦ મીટર રખાઈ છે.

સતાધાર સર્કલથી ચાણક્યપુરીબ્રિજ તરફ ૧.ર૭ અને સતાધાર સર્કલથી સન એન સ્ટેપ કલબ જંકશન સુધી ૧.ર૭ લોગિટયુકિનલ ગ્રેડીએન્ટ રખાયો હોઈ બ્રિજમાં ર.પ ટકાનો ટ્રાન્સ વર્સ સ્લોપ રખાયો છે. વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે ડેક કન્ટિન્યૂટી ટાઈપના એકસ્પાન્શન જાેઈન્ટ મુકાશે કે

જે દર ચાર સ્પાને, ત્રણ સ્પાને તેમજ બે સ્પાને એક કેક ફન્ટિન્યૂટી એક્સ્પાન્શન જાેઈન્ટ મૂકવાનું આયોજન પણ કરાયું હોઈ તેમાં સ્ટ્રીપશીલ ટાઈપ એકસ્પાન્શન જાેઈન્ટ રાખવામાં આવશે. રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટમાં આ ફલાછ ઓવરબ્રિજનું નિર્માણ કરાશે, જેને ર૬ મહિનામાં એટલે કે સવા બે વર્ષમાં પૂર્ણ કરાશે,

આ ર૬ મહિનામાં બે મહિના પાઈલ લોડ, ટેસ્ટના છે અને ચોમાસા સહિતની પ્રોજેકટની સમયમર્યાદા નકકી કરાઈ છે. આ બ્રિજના નિર્માણ માટે તંત્રના અંદાજિત ભાવથી ૧૮.૩પ ટકા વધારે ભાવ સાથેના રૂ.૮૧.૪૯ કરોડના લોએસ્ટ ટેન્ડરને મંજુરી અપાઈ છે.આ ફલાય ઓવરબ્રિજને સન એન સ્ટેપ કલબ સુધી લંબાવવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.