IIFL ફાઇનાન્સે સમગ્ર ભારતમાં ગ્રાહકોને ‘ગોલ્ડ લોન મેલા’ના ઇનામો વિતરિત કર્યાં
ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સે તેના ફ્લેગશીપ ‘ગોલ્ડ લોન મેલા’ કેમ્પેઇન હેઠળ હજારો ગ્રાહકોને આકર્ષક ઇનામો વિતરિત કર્યાં છે.
ભાગ્યશાળી ગ્રાહકો જેમકે સુરતના માવાણી કૃપેશ ઠાકરશીભાઇ, હૈલાકાંડીના તોનોયા ભુઇયા, ગાઝિયાબાદના અમિત કુમાર, જાલનાના અન્ના દેવકર, સેનોઇના મોહંમદ અલીએ બમ્પર પ્રાઇઝ તરીકે બાઇક મેળવ્યાં છે, જ્યારે કે મરુધુ પાંડિયને મેગા પ્રાઇઝ તરીકે બ્રાન્ડ ન્યુ કાર મેળવી છે.
15 જૂનથી – 31 જુલાઇ 2022 તથા 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર, 2022 દરમિયાન ગોલ્ડ લોન મેલામાં આઇઆઇએફએલ ફાઇનાન્સ પાસેથી ગોલ્ડ લોન લેનાર બીજા ગ્રાહકોએ આકર્ષક ગિફ્ટ્સ મેળવી છે.
ગોલ્ડ લોન મેલા ઇનામ વિતરણ અંગે વાત કરતાં આઇઆઇએફએલ ફાઇનાન્સ ખાતે ગોલ્ડ લોન્સના વડા સૌરભ કુમારે કહ્યું હતું કે, “આઇઆઇએફએલ ગોલ્ડ લોન ગ્રાહકોની ઉચ્ચ નિષ્ઠા સાથે ભારતમાં સૌથી પસંદગીની હોલ્ડ લોન બ્રાન્ડ્સ પૈકીની એક રહી છે. ગોલ્ડ લોન મેલા ઇનામો દ્વારા અમે તમામ ગ્રાહકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે. ટૂંક સમયમાં અમે દરેક ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ સાથે વધુ ગોલ્ડ લોન મેલા રજૂ કરીશું.”
આકર્ષિક ગિફ્ટ સાથે આઇઆઇએફએલ ફાઇનાન્સ પ્રતિ માસ સૌથી આકર્ષક વ્યાજદરો ઉપર ગોલ્ડ લોન ઓફર કરે છે તથા ઝડપી પ્રોસેસિંગ, મહત્તમ લોન મૂલ્ય અને સરળ ડિજિટલ પેમેન્ટના વિકલ્પોની ખાતરી આપે છે.
આઇઆઇએફએલ ફાઇનાન્સ તેના મેનેજમેન્ટ હેઠળ રૂ. 64,638 કરોડની લોન એસેટ સાથે ભારતમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ સાધતી અને સૌથી રિટેઇલ-કેન્દ્રિત ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક છે. આઇઆઇએફએલ ફાઇનાન્સે #SeedhiBaatને કારણે તેના ગ્રાહકોના આધાર અને વ્યવસાયિક વૃદ્ધિ સાધી છે તથા નીચા ખર્ચે લોન ઓફર કરે છે,
જેમાં કોઇપણ છૂપા ચાર્જીસ નથી હોતા. આઇઆઇએફએલ ફાઇનાન્સે અગ્રણી અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે તાજેતરમાં ‘સપના આપકા લોન હમારા’ કેમ્પેઇન શરૂ કર્યું છે.