કેરી અને મીઠાઈ વધારે ખાવાથી આ રોગનો શિકાર બની દીપિકા
મુંબઈ, દીપિકા કક્કડ હાલ પ્રેગ્નેન્સીના ત્રીજા ટ્રાયમેસ્ટરમાં છે અને ખૂબ જલ્દી બાળકને જન્મ આપવાની છે. ટીવી સ્ક્રીનથી દૂર પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આ એક્ટ્રેસ એક-એક અપડેટ ફેન્સને આપતી રહે છે. હવે, હાલમાં જ તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર શેર કરેલા લેટેસ્ટ વ્લોગમાં તેને જેસ્ટેશનલ ડાયાબિટિસ થઈ હોવાનું જણાવ્યું છે.
તેણે કહ્યું કે તેનુ શુગર લેવલ હાઈ થઈ ગયું છે. રિપોર્ટ્સ કરાવતાં આ બીમારી થઈ હોવાનો ખુલાસો થયો. આ સાથે તેણે પણ કહ્યું કે, તેમાં ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે પ્રેગ્નેન્સીમાં ઘણી મહિલાઓને આમ થાય છે. જાે કે, ધ્યાન રાખવું જરૂરી છે.
આ સાથે તેણે વ્લોગમાં જેસ્ટેશનલ ડાયાબિટિસ શું હોય છે અને તેમાં કઈ વાતનું ધ્યાન રાખવું જાેઈએ તે જણાવ્યું છે. દીપિકા કક્કરે જણાવ્યું કે, મેં જેસ્ટેશનલ ડાયાબિટિસનો ટેસ્ટ કર્યો હતો, તે એકપ્રકારની ડાયાબિટિસ જ છે, જે ૨૪થી ૨૮ અઠવાડિયાની પ્રેગ્નેન્સી દરમિયાન થાય છે.
જેમને પ્રેગ્નેન્સી પહેલા ડાયાબિટિસ ન હોય તેમને પણ આ થઈ શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન તે થવાનું સૌથી મોટું જાેખમ હોય છે. હાલના રિપોર્ટ્સમાં મારું બ્લડ શુગર લેવલ ઘણું વધારે આવ્યું હતું. જેસ્ટેશનલ ડાયાબિટિસ થવા પાછળનું કારણ જણાવતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘જાે હું મારી વાત કરું તો, હું કેરી, ભાત અને મીઠાઈ વધારે ખાતી હતી.
પરંતુ તેનાથી મને એવું થતું હતું કે મારે ડોક્ટરની સલાહ લીધા બાદ જ બધું ખાવું જાેઈએ. તે સામાન્ય છે. છેલ્લા મહિનાઓમાં તમે શું ખાવ છો તેનાથી જેસ્ટેશનલ ડાયાબિટિસ નથી થતી. જ્યારે તમારું બાળક ગ્રો કરે છે અને પ્લેસેંટાના કારણે તેમ થાય છે.
જેસ્ટેશનલ ડાયાબિટિસને કંટ્રોલમાં લાવી શકાય છે તેમ દીપિકા કક્કરે જણાવ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે, ‘તમે તેને કંટ્રોલ કરી શકો છો. તમે ખાંડ, બેકરીની વસ્તુ, ખજૂર, ચોખા, મીઠાઈ ખાઈ શકો નહીં. તમે માત્ર સફરજન, અને જમરૂખ જેવા ફળ ખાઈ શકો. આ સિવાય એક્સર્સાઈઝ કરવી જરૂરી છે.
ડાયાબિટિસને કંટ્રોલ કરવા માટે ડાયાબિટિસ બેસ્ટ છે. મારે એક્ટિવ રહેવાની જરૂર છે. મારા મમ્મી ડાયાબિટિક હોવાથી મારે વધારે કાળજી રાખવી પડશે’. જેસ્ટેશનલ ચેલેન્જ ટેસ્ટની પ્રક્રિયા વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું હતું ‘મને યોગ્ય દવા આપવામાં આવી છે.
મને લાઈફસ્ટાઈલમાં થોડા ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. મેં દરેક ભોજન બાદ શુગર લેવલ ચેક કરવા માટે મશીન પણ ખરીદ્યું છે. જણાવી દઈએ કે, દીપિકા કક્કરે ‘સસુરાલ સિમર કા’ના કો-એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા, જેને પાંચ વર્ષ થઈ ગયા છે.
જાન્યુઆરી ૨૦૨૩માં કપલે પ્રેગ્નેન્સીની જાણકારી આપી હતી અને આ તેમનું પહેલું સંતાન હશે. ગત વર્ષે એક્ટ્રેસનું મિસકેરેજ થયું હોવાથી તેણે આ વખતે પહેલું ટ્રામેસ્ટર ખતમ ન થયું ત્યાં સુધી કોઈને વાત કહી નહોતી.