તાંત્રિકે મહિલા સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યા
રાજકોટ, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ૧૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંતર્ગત ભક્તિનગર પોલીસ દ્વારા ઈશ્વર રાધા વલ્લભ જાેશી (ઉવ.૨૪)ની ધરપકડ કરવામાં આવી છે. ગત ૧૭ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ભાવનાબેન વાઘેલા દ્વારા ઈશ્વર રાધા વલ્લભ જાેશી નામના ચમત્કારિક તાંત્રિક જ્યોતિષ બાબા ના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. Tantrik cheated the woman and extorted lakhs of rupees
સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાએ વાતચીત કરતા જણાવ્યું કે, ટેકનિકલ સોર્સના માધ્યમથી માહિતી મળી હતી કે આરોપી રાજસ્થાનના પાલી શહેર ખાતે રહે છે. જે બાતમીના આધારે સ્થાનિક સોર્સની મદદથી રાજકોટ ભક્તિનગર પોલીસની ટીમને આરોપીની શોધખોળ માટે રાજસ્થાન મોકલી હતી.
આ દરમિયાન રાજસ્થાનના પાલી શહેર ખાતે આંબેડકર નગરમાં રહેતા તેમજ કર્મકાંડના ધંધા સાથે સંકળાયેલા ઈશ્વર રાધા વલ્લભ જાેશીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી પાસે આરોપીનો માત્ર મોબાઈલ નંબર જ હતો આરોપી કઈ જગ્યાએ રહે છે તે બાબતનું કોઈ સરનામું ફરિયાદી પાસે નહોતું. તો બીજી તરફ આરોપીએ પણ પોલીસથી બચવા માટે પોતાનો ફોન બંધ કરી દીધો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૪૧ વર્ષીય ભાવનાબેન વાઘેલા નામની પરણીતાએ જણાવ્યું હતું કે, માનસિક અશાંતિ દૂર કરવા તેમજ ઘરમાં સુખ શાંતિ થાય તે બાબતે તાંત્રિક બાબાએ વિધિ કરવાનું કહ્યું હતું. જે દરમિયાન તેમની સાથે ૨,૭૩,૭૯૯ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.
ફરિયાદીએ બાબાને પૈસા ચૂકવવા ઘરમાં રહેલા સોનાના દાગીના ગીરવી મૂકીને ગોલ્ડ લોન પણ મેળવી હતી. જે બાબતની જાણ ફરિયાદીએ તેમના પતિ કે દીકરાને પણ થવા નહોતી લીધી. તાંત્રિક બાબા દ્વારા ત્રણ મહિના સુધી મહિલા પાસેથી જુદી જુદી વિધિના બહાને રકમ પણ પડાવામાં આવી હતી.
ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશને આરોપી તાત્રિકની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેમાં આરોપી રાજસ્થાનમાં હોવાનું માલુમ પડતા પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વારંવાર પોલીસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ પ્રકારના ઢોંગી બાબાઓની વાતમાં ના આવવા માટે લોકોને સલાહ આપવામાં આવતી હોય છે ત્યારે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે જીવનમાં સુખ-શાંતિ લાવવાના પ્રયાસમાં મહિલાએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
આરોપીએ રાજકોટની મહિલા સિવાય અન્ય કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે તે મામલે વધુ તપાસ શરુ કરી છે, આ સાથે મહિલા સાથે છેતરપિંડી કરીને જે રૂપિયા પડાવવામાં આવ્યા છે તેને પરત મેળવવાના પ્રયાસો પણ પોલીસ દ્વારા શરુ કરાયા છે.SS1MS