Western Times News

Gujarati News

તસ્કરો આંગણવાડીમાંથી નાસ્તા અને ભોજનના વાસણો ચોરી જતાં ચકચાર

પ્રતિકાત્મક

અંકલેશ્વરની સારંગપુર આંગણવાડીના તાળા તૂટ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે યોગેશ્વર નગરમાં આવેલી આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી બાળકોના નાસ્તા અને જમવાના વાસણો સહિત સાધનોની ચોરી કરી તોડફોડ મચાવતા ચકચાર મચી હતી.તો બનાવના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં આવેલી આંગણવાડીમાં ગામના જ વકીલ ફળિયામાં રહેતા મનીષાબેન પટેલ ૧૦ વર્ષથી આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવે છે.તેઓ ૨૨ મી મે સોમવારના રોજ બપોરે બાળકોને ભણાવી નાસ્તો જમાડી આંગણવાડીને તાળું મારી ગયા હતા.

જે બાદ રાતે નજીકમાં રહેતા કલ્પનાબેનનો તેઓની ઉપર ફોન આવ્યો હતો કે આંગણવાડીનો દરવાજાે ખુલ્લો છે અને તાળું તૂટેલું છે.જેથી મહિલા કાર્યકર તુરંત આંગણવાડી પર પોહચ્યા હતા અને અંદર જઈ જાેતા તમામ સમાન વેર વિખેર પડ્યો હતો અને વજન કાંટો અને ખુરશી પણ તૂટેલી હાલતમાં હતી.

જેથી ચોરી થઈ હોવાનું અનુમાન લગાવ્યું હતું અને આંગણવાડીમાં ચેક કરતા તસ્કરો ૨ એલ્યુમિનિયમના ડબ્બા, ૩ તપેલા,૧ ડોલ,ડિશ, કડાઈ, ઢાંકણ,૭ રજીસ્ટર અને તેલનો અડધો ભરેલો ડબ્બો ચોરી કરી ગયા હતા હોવાનું જણાઈ આવ્યું હતું.તસ્કરો આંગણવાડીમાં ભણતા બાળકોના નાસ્તા અને જમવાના વાસણો ચોરી કરી જતાં ચકચાર મચી હતી.

ચોરી અંગે આંગણવાડી વર્કર મનીષાબેન પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ૩૩૦૦ ની ચોરી અને તોડફોડ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને વધુ તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.