Western Times News

Gujarati News

ટેલીકોમ કંપનીઓના ફાયદા માટે પ્રોપર્ટી ટેક્ષમાં માલિકી ધોરણે આકારણીનું કૌભાંડ

રેવન્યુ કમિટિ ચેરમેને શાબાશી મેળવવા ટેલીકોમ કંપનીઓને નોટીસ તો પાઠવી છે પરંતુ વાસ્તવિક લેણાંની સામે અવાસ્તવિક રકમ જાહેર કરવામાં આવી હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત માટે જપ્તી, હરાજી, બોજા નોંધ જેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આ તમામ કાર્યવાહી ટેક્ષના નાના દેવાદારો સામે જ થઈ રહી છે જયારે કરોડો રૂપિયાના ટેક્ષ બાકી છે તેવા દેવાદારોને માત્ર નોટીસ આપીને જ સંતોષ માનવામાં આવી રહયો છે. Proprietary assessment scam in property tax to benefit telecom companies

ખાસ કરીને ટેલીકોમ કંપનીઓને તંત્ર એ એક સપ્તાહ દરમિયાન નોટીસો આપી શાબાશી મેળવવા પ્રયત્ન કર્યો છે જેમાં પણ આ કંપનીઓના ખરેખર બાકી રકમ કરતા ઓછી રકમ જાહેર કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આ ઉપરાંત કંપનીઓના ફાયદા માટે તેમની આકારણી માલિકી ધોરણે કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરના રોડ ખોદકામ કરી ટેલીકોમ કંપનીઓ દ્વારા જે લાઈનો નાંખવામાં આવેલી છે તેના પેટે કરોડો રૂપિયાનો ટેક્ષ બાકી છે. મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા આ કંપનીઓ સામે હમણાં સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી આ સંજાેગોમાં રેવન્યુ કમિટિ ચેરમેને શાબાશી મેળવવા ટેલીકોમ કંપનીઓને નોટીસ તો પાઠવી છે

પરંતુ વાસ્તવિક લેણાંની સામે અવાસ્તવિક રકમ જાહેર કરવામાં આવી હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જેમાં ટાટા ટેલીકોમ, રિલાયન્સ અને વોડાફોન – આઈડીયા નો સમાવેશ થાય છે. રેવન્યુ કમિટિ ચેરમેન તરફથી જે રકમ જાહેર કરવામાં આવી છે તે મુળ લેણાં સામે ઘણી ઓછી છે

તેમ છતાં તેઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી દુર થતા રહયા છે. શહેરમાં અંડર ગ્રાઉન્ડ યુટીલીટીમાં અદાણી ગેસ લિમિટેડ પણ મોખરે છે જેનો રૂા.૧૪ કરોડનો ટેક્ષ બાકી છે પરંતુ રેવન્યુ કમિટિ ચેરમેન આ ટેક્ષની રકમ પણ રૂા.૮.પ૦ કરોડ જાહેર કરે છે.

જાેકે અહી ખાસ નોંધ લેવાની રહેશે કે અદાણી ગેસની કોટ મેટર ચાલતી હોવાથી તે રકમ ભરપાઈ કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદમાં ખોદકામ કરી ગેસની લાઈનો કે ટેલીકોમ વાયરો નાંખતી કંપનીઓ એક રીતે કોર્પોરેશનના ભાડુઆત જ છે

તેમ છતાં અગમ્ય કારણોસર મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા આ તમામ કંપનીઓની ટેક્ષ આકરણી ‘સેલ્ફ’ના ધોરણે કરવામાં આવે છે. જાે આ કંપનીઓ પાસેથી ભાડુઆતના ધોરણે ટેક્ષ વસુલ કરવામાં આવે તો બાકી લેણાંની રકમ લગભગ બમણી થાય તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.