Western Times News

Gujarati News

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

પ્રતિકાત્મક

ગાંધીનગર, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક-બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, હવે ૯ જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ ઓનલાઇન ભરી શકશે.

એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૫ જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જાે કે, સમય મર્યાદા વધારી હવે ૯ જૂન સુધી કરવામાં આવી છે, પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ દ્વારા ઓનલાઇન ભરાઈ રહ્યાં છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું હતું. ધોરણ ૧૨ સાયન્સનું ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો મોરબી જિલ્લો ૮૩.૨૨ ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે.

કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું ૯૦.૪૧% આવ્યું જ્યારે સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું ૨૨% આવ્યું અને રાજ્યમાં ૨૭ શાળાઓનું ૧૦૦% પરિણામ આવ્યું તેમજ રાજ્યમાં ૭૬ શાળાઓનું પરિણામ ૧૦%થી ઓછું આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.