Western Times News

Gujarati News

પરિવારને ટોર્ચર કરતાં વ્યાજખોરોને કારણે શિક્ષકે આત્મહત્યા કરી

share broker suicide

પ્રતિકાત્મક

અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકે આત્મહત્યા કરી લીધી

૫.૫૦ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેના બદલામાં સુબ્રતોએ ૧૪ લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું.

અમદાવાદ, ગુજરાતમાં ઓઢવના રહેવાસી એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યવોસાયે શિક્ષકે વ્યાજ પર પૈસા લીધા હતા. તેના બદલામાં શિક્ષકે વ્યાજની સામે બમણાથી વધુ રકમ આપી હતી.

તેમ છતાં શાહુકારો તેને અને તેના પરિવારને સતત ત્રાસ આપતા હતા, જે બાદ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં તેના મોટા ભાઈએ પણ આવી જ રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ સમયસર સારવાર મળતા તેમનો બચાવ થયો હતો. પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક સુબ્રતો પાલે વ્યાજખોરો પાસેથી ૫.૫૦ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેના બદલામાં સુબ્રતોએ ૧૪ લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં પૈસા માટે વ્યાજખોરો તેમને સતત ત્રાસ આપતા હતા જેના કારણે શિક્ષકે આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક સુબ્રતો પાલના મોટા ભાઈએ પણ છ દિવસ પહેલાં ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે પોલીસે તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી. સુબ્રતોએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ત્રણ વ્યાજખોરો યશપાલ સિંહ, હર્ષિલ મિશ્રા અને અમન સિંહ ચૌહાણ તેને અને તેના પરિવારને ટોર્ચર કરતા હતા.

પોલીસે ફરિયાદ પર ધ્યાન ન આપતાં સુબ્રતો હતાશ થઈ ગયા હતા. આ ઘટના ઓઢવની ગોકુલનગર સોસાયટીમાં સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યે બની હતી. સુબ્રતોએ રસોડાની છતના હૂકથી લટકવા માટે કપડાંનો ઉપયોગ કર્યો હતો.

હિન્દીમાં લખેલી સુસાઈડ નોટમાં એ આશા વ્યક્ત કરી હતી તેમના મૃત્યુ બાદ પરિવારને ન્યાય મળી શકે છે. શિક્ષકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વ્યાજખોરો સુબ્રતોને અવારનવાર હેરાન કરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.