IIT મદ્રાસ, IIM અમદાવાદ શૈક્ષણિક રેન્કિંગમાં ટોચના ક્રમે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ ૨૦૨૩ માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા ૫ જૂન, ૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવેલ એનઆઈઆરએફ રેન્કિંગ ૨૦૨૩ અનુસાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન બની છે. IIT Madras, IIM Ahmedabad top the academic rankings
આઈઆઈટીમદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે, જે તેણે સતત પાંચમા વર્ષે જાળવી રાખ્યો હતો. ત્યારબાદ બેંગ્લુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા (આઈઆઈએસસી) બીજા સ્થાને છે. બીજી તરફ, યુનિવર્સિટી કેટેગરીમાં આઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી છે.
આઈઆઈટી મદ્રાસે ફરી એકવાર શિક્ષણ મંત્રાલયના એનઆઈઆરએફ રેન્કિંગ ૨૦૨૩ની એન્જિનિયરિંગ શ્રેણીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. આઈઆઈટીમદ્રાસનો ક્રમ સતત આઠમા વર્ષે જળવાઈ રહ્યો છે. તેના પછી આઈઆઈટીદિલ્હી બીજા સ્થાને અને IITબોમ્બે ત્રીજા સ્થાને રહી છે.
તેવી જ રીતે ભારતની ટોચની કોલેજાેની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટીનું મિરાન્ડા હાઉસ આ કેટેગરીમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કોલેજ છે. તેના પછી ડ્ઢેંની હિન્દુ કોલેજ બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લુરુની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને રહી છે. સોમવારે જાહેર કરાયેલ એનઆઈઆરએફ રેન્કિંગ ૨૦૨૩ અનુસાર ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લુરુએ સંશોધન માટે શ્રેષ્ઠ સંસ્થાઓની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જાે કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર ઈનોવેશન કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે રહી છે.
દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજાેની વાત કરીએ તો, એનઆઈઆરએફ રેન્કિંગ ૨૦૨૩ અનુસાર, ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) પ્રથમ સ્થાને છે. તે પછી બીજા સ્થાને IIM બેંગ્લુરુ જ્યારે ત્રીજા સ્થાને આઈઆઈએમ કોઝિકોડ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એનઆઈપીઈઆર), હૈદરાબાદ એ એનઆઈઆરએફરેન્કિંગ ૨૦૨૩ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના પછી દિલ્હી સ્થિત જામિયા હમદર્દ બીજા સ્થાને અને BITS પિલાની ત્રીજા સ્થાને રહી છે.
લૉની કેટેગરી વિશે વાત કરીએ તો નેશનલ લો યુનિવર્સિટી (એનએલયુ) બેંગ્લોરને એનઆઈઆરએફરેન્કિંગ ૨૦૨૩ માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પછી એનએલયુદિલ્હી અને યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે.