વેકેશનમાં કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતથી તંત્રને થઈ 1.65 કરોડની આવક

અંદાજીત 40 હજારથી વધુ લોકો રજાના દિવસે કાંકરીયાની લેકફ્રન્ટની મુલાકાત લે છે
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરીયા લેકનો વિકાસ કરાયા બાદથી કાંકરીયા લેકફ્રન્ટે આબાલ વૃદ્ધંનાં મન મોહી લીધા છે. કાકરીયા લેકફ્રન્ટની ખુશ્બુ તો રાજયના સીમાડાઓને ઓળંગી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જજેવો પરરાજયમાં પણ ફેલાઈ છે.
શનીવાર-રવીવાર કે જાહેર રજાઓના દિવસોમાં કાંકરીયા લેકફ્રન્ટ હજારો અમદાવાદીઓ માટે આનંદ-પ્રમોદનું સ્થળ બને છે. જયારે તાજેતરમાં પુરા થયેલા મે વેકેશનમાં કાંકરીયા લેકફ્રન્ટનું મુલાકાતીઓને એટલી હદે ઘેલું લાગ્યું હતું. કે તંત્રને આશરે રૂૃા.૧.૬પ કરોડ જેટલી માતબર રકમની આવક થવા પામી હતી.
હવે મ્યુનિ.તંત્ર દ્વારા અપાયેલા એક રીપોર્ટની વિગતો સ્પષ્ટપણે દર્શાવે છે કે કાંકરીયા લેકફ્રન્ટ ઉનાળાની રજાઓમાં મુલાકાતીઓઅની ભીડથી છલકાઈ ઉઠયો હતો. તા.૧થી૩૧ મે સુધીના સમયગાળામાં કાંકરીયા લેકફ્રન્ટના ખાતે કુલ પ.૬૬,૩પ૭ મુલાકાતીઓ નોધાયા હતા.
જેનાથી માત્ર એન્ટ્રી ફી પેટે તંત્ર રૂ.પર,૧ર,પ૧૯ની આવક રળી હતી. ગત મે મહીનાના પહેલા રવિવવારે એટલે કે તા.૭ મે એ કુલ ૪૬,૬પપ મુલાકાતીઓથી તંત્રને રૂ.૪,ર૮,૯૮૦ની આવક થઈ હતી.
તો બીજા રવીવારે એટલે કે તા.૧૪ મે એ ૩૭,૭ર૦ મુલાકાતીઓથી રૂ.૩,૪૩,૯૩પ, ત્રીજા રવીવારે એટલે કે તા.ર૧ મે એ ૪૧,પપ૭ મુલાકાતીઓથી રૂ.૩,૭૮,૪૪પ અને છેલ્લા રવિવારે એટલે કે તા.ર૮ મે એ ૩પ,૯૪૦ મુલાકાતીઓથી તંત્રને રૂ.૩,રપ,૮૮પની આવક થઈ હતી.
તા.૧ મે એ કાંકરીયા લેકફ્રન્ટની સૌથી ઓછા ૬૪૯ર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી તેમ તંત્રનો સત્તાવાર રીપોર્ટ દર્શાવે છે. જયારે તા.૧થી૩૧ મે સુધીમાં કિડસ સીટીમાં ૬પ૯૩ મુલાકાતીઓ નોધાતા તંત્રને વધુ રૂ.૪,૯૩,૬૦૦ની આવક થઈ હતી. મે મહીનામાં ઝુ, નોકટર્નલ ઝુ, બાલવાટીકા અને બટરફલાયપાર્કથી મ્યુનિ. તિજાેરીમાં રૂા.૮ર.૯૩ લાખથી વધુ ઠલવાયા હતા. આ તમામ સ્થળો પર કુલ ર.પપ લાખથી વધુ મુલાકાતીઓ નોધાયા હતા.