Western Times News

Gujarati News

સરખેજની જીવનમૈત્રી સોસાયટીનાં પાંચ ગેરકાયદે બાંધકામ ‘સીલ’

A large number of illegal encroachments on government lands in the state

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે આકરાં પગલાં લેવાઈ રહયાં છે. જે અંતર્ગત દક્ષીણ-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડની જીવનશૈલી સોસાયટીમાં તંત્રે પાંચ ગેરકાયદે બાંધકામને તાળાં મારી દેતા ગેરકાયદે બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. Five illegal constructions of Sarkhej’s Jeevan Maitri Society ‘sealed’

દક્ષિણી-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સુઈ પમ્પીંગ સ્ટેશન પાસેની જીવનમૈત્રી સોસાયટીમાં ગુડા-ર૦રર હેઠળ અરજી ન કરી હોય તેવા કુલ પાંચ ગેરકાયદે બાંધકામને એસ્ટેટ વિભાગે સીલ કર્યા હતા. ઉપરાંત જાેધપુર વેજલપુર સરખેજ અને મકતમપુરા વોર્ડ વિસ્તારમાં ગેરકાયદે વાહનો પાર્ક કરવાના મામલે

કુલ ર૪ વાહનોને લોક કરી રૂ.૭પ૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર રોડ પરનાં દબાણ દુર કરવાની ઝુંબેશ હેઠળ ૧ર લારી, ત્રણ ગેસ બોટલ ચાર કેરેટ પ્લાસ્ટિક, આઠ લાકડાંના પાટીયાં છ પ્લાસ્ટિકની ખુરશી, બે ટેબલ, પ૯ બોર્ડ-બેનર્સ અને ૧પ૮ પરચુરણ માલસામાન મળીને કુલ રપ૮ માલસામાન ઉપાડીને ગોડાઉનમાં જજમા કરાવાયો હતો.

જયારે પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડના મોટેરા વિસ્તારમાં અવની બંગલો થી સાંઈપ્રસાદ સોસાયટી દેવનંદન, ઈમ્ટનીટી સુધીના ૩૦ ફુટ પહોળાઈ ટીપી રોડ પર આવતવા ૧પ કાચા-પાકા મકાન તેમજ દબાણ દુર કરી આશરે ૬૦૦ મીટર લંબાઈની ટીપી રોડ તંત્ર દ્વારા ખુલ્લો કરાયો હતો.

આ ઉપરાંત ચીમનભાઈ પટેલ બ્રીજના છેડેથી વિસત સર્કલ થઈ ઝુંડાલ સુધીના અને વિસતથી તપોવન સર્કલ સુધીના હાઈવે પરના બંને બાજુનાં દબાણ તેમજ બિનવપરાશી વાહન ખસેડવા અંગે રૂા.૮૧૦૦નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.