અભિનેતા પ્રતીક બબ્બરે બદલી નાખ્યું પોતાનું નામ

મુંબઈ, ફિલ્મ અભિનેતા પ્રતીક બબ્બર છેલ્લે મધુર ભંડારકરની ફિલ્મ ઇન્ડિયા લૉકડાઉનમાં જાેવા મળ્યો હતો. જાેકે, હવે પ્રતીક આગામી કઈ ફિલ્મમાં જાેવા મળશે તે અંગે અત્યારે કોઈ માહિતી નથી, પરંતુ આ બધાની વચ્ચે પ્રતીકે પોતાનું નામ બદલી નાખ્યું છે. તેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. પ્રતીકે દિવંગત માતા અને દિગ્ગજ ફિલ્મ અભિનેત્રી સ્મિતા પાટીલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો ર્નિણય કર્યો છે.
પ્રતીકે ટિ્વટર હેન્ડલમાં પણ નામ બદલી નાખ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલમાં પણ પોતાનું નામ બદલી નાખ્યું છે. એટલે હવે પ્રતીકનું નામ પ્રતીક પાટીલ બબ્બર લખવામાં આવશે.
અભિનેતાએ આ નિવેદનમાં પોતાનું નામ બદલવા પાછળના વિચારને પણ શેર કરી હતી. પ્રતીક બબ્બર એ દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલ અને અભિનેતા રાજ બબ્બરનો દીકરો છે. પ્રતીકે વર્ષ ૨૦૦૮માં જાને તૂ યા જાને નાથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તે અનેક ફિલ્મોમાં જાેવા મળ્યો હતો. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે. ત્યારથી તે ચર્ચામાં આવ્યો છે. તેણે એક નિવેદનમાં ખૂલાસો કર્યો હતો કે, તેનું નવું નામ હવે તેની આગામી ફિલ્મોમાં જાેવા મળશે.
તેણે પોતાના જ ર્નિણયને ‘થોડો અંધવિશ્વાસુ અને થોડો ભાવુક’ પણ કહ્યો હતો. પ્રતીકે નિવેદનમાં કહ્યું હતું કે, મારા પિતા અને મારા આખા પરિવાર, મારા દિવંગત નાના-નાની અને મારી દિવંગત માતાના આશીર્વાદથી મેં મારું મિડલ નામ તરીકે માતાનું અંતિમ નામ જાેડવાનો ર્નિણય કર્યો છે. એટલે હવે મારું નવું સ્ક્રિન નામ ‘પ્રતીક પાટીલ બબ્બર’ હશે. જ્યારે મારું નામ ફિલ્મ ક્રેડિટ કે ક્યાંય પણ જાેવા મળશે. તો હું ઈચ્છું છું કે, આ મારા માટે લોકો અને દર્શકોને મારા વારસાને યાદ અપાવે. તેમની પ્રતિભા અને મહાનતા યાદ અપાવે.SS1MS