Western Times News

Gujarati News

પત્ની મીરા રાજપૂતની આદતથી કંટાળી ગયો છે શાહિદ કપૂર?

મુંબઈ, એકસમયે ચોકલેટી બોયની ઈમેજ ધરાવતા શાહિદ કપૂરે ત્યારે લાખો યુવતીઓના દિલ તોડી નાખ્યા હતા જ્યારે તેણે મીરા રાજપૂત સાથે અચાનક લગ્ન કરી લીધા હતા. શાહિદ અને મીરાની વેડિંગ સેરેમની ૭ જુલાઈ ૨૦૧૫માં ગુરુદ્વારામાં યોજાઈ હતી, જેમાં માત્ર બંનેના પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.

હાલ તેઓ બે બાળકો- દીકરો ઝૈદ અને દીકરી મિશાના માતા-પિતા છે. આઠ વર્ષના લગ્નજીવનમાં તેવું ઘણીવાર થયું છે જ્યારે શાહિદે પત્ની માટે વખાણ કર્યા હોય. તેઓ જ્યારે પણ સાથે દેખાય છે ત્યારે ‘મેડ ફોર ઈચ અધર’ લાગે છે. પરંતુ દરેક કપલની જેમ તેમની વચ્ચે કેટલીક આદતો તેવી છે, જેનાથી તેઓ પરેશાન થાય છે.

હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે પત્નીની કઈ વાત તેને પસંદ નથી તેનો ખુલાસો કર્યો હતો. ઈન્ટરવ્યૂમાં શાહિદ કપૂરે મીરા રાજપૂતની સૌથી કંટાળાજનક આદત વિશે ખુલાસો કર્યો હતો. તેને પત્નીની એક એવી આદત વિશે પૂછવામાં આવ્યું હતું, જે તેને ખૂબ પરેશાન કરે છે. જવાબમાં તેણે કહ્યું હતું કે, તેને તેની સ્લીપિંગ હેબિટ ગમતી નથી.

આ સાથે ઉમેર્યું હતું કે ‘મીરા સવારમાં ઉઠતી નથી. જ્યારે હું તેને ૯ વાગ્યે ઉઠાડું ત્યારે પણ તે બડબડ કરે છે’. આ સાથે શાહિદે મીરાની ખરાબ ક્વોલિટી વિશે પણ જણાવ્યું હતું. તેને તે હકીકતથી નફરત છે કે મીરા ગમે તે જઈ પરંતુ તેને ક્યારેય શ્રેય આપતી નથી. ‘તેને મારીથી કંઈક છે કે તને તો હું જ સીધો કરીશ’, તેમ તેણે ઉમેર્યું હતું.

શાહિદ કપૂરે મીરા રાજપૂતના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, મીરા જે પ્રકારની વ્યક્તિ છે તેનાથી તેને પ્રેમ છે. હકીકતમાં કે મજબૂત, પ્રામાણિક, ખૂબ જ સ્પષ્ટ અને રિયલ પર્સન છે. આ બધી બાબત એવી છે જે ભાગ્યે જ જાેવા મળે છે. એક્ટરે ઉમેર્યું હતું કે ‘તે સુંદર છે, તેનું સ્મિત તો સૌથી સુંદર છે, તે બુદ્ધિશાળી છે.

પરંતુ આ બધાથી પણ વધારે તે સારી વ્યક્તિ છે અને તે સાચી છે. શાહિદ કપૂરને એક્સ-ગર્લફ્રેન્ડ કરીના કપૂરની એક ખાસ ક્વોલિટી વિશે પણ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘તે તેની પહેલી જ ફિલ્મથી ફિલ્મસ્ટારની ક્વોલિટી ધરાવે છે’.

જ્યારે શાહિદને કરીનાની એક વિશેષ ગુણવત્તાનું નામ પૂછવામાં આવ્યું હતું જે આત્મસાત કરવા માંગે છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે કરીનામાં હંમેશા તેની પ્રથમ ફિલ્મથી જ એક સુપરસ્ટાર ગુણવત્તા હતી.

શાહિદને કરીનાનો આ ગુણ એકદમ ખાસ લાગે છે. આ સાથે એક્ટરને કરીનાના પતિ સૈફ અલી ખાન સાથે મુલાકાત થઈ તો શું કહેવા માગશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘હું કદાચ તેને હાઈ કહેવા માગીશ’. તેણે ખુલાસો કર્યો હતો કે ૨૦૧૭માં જ્યારે તેઓ રંગૂન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક જ જિમમાં જતા હતા. ઉલ્લેખનીય છે કે, એકસમયે શાહિદ અને કરીના સીરિયસ રિલેશનશિપમાં હતા. બંનેએ આશરે પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. તેમણે ફિદા, ચૂપ ચૂપ કે, જબ વી મેટ અને ઉડતા પંજાબમાં સાથે સ્ક્રીન શેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.