Western Times News

Gujarati News

ગૂફી પેન્ટલે કર્યું હતું ટીવી શૉ મહાભારતના પાત્રોનું કાસ્ટિંગ

મુંબઈ, ગૂફી પેન્ટલે પોતાના કરિયર દરમિયાન એક એક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર, અસિસ્ટન્ટ ડિરેક્ટર, પ્રોડક્શન મેનેજર અને ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ટીવી શૉ મહાભારતના કાસ્ટિંગ ડિરેક્ટર હતા અને ડિરેક્ટર બી આર ચોપરાના આગ્રહથી તેમણે મહાભારતમાં શકુનિનો રોલ કર્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં ગૂફી પેન્ટલે કહ્યું હતું કે બી.આર. ચોપરાની મહાભારતનું તમામ કાસ્ટિંગ તેમણે કર્યું છે. મહાભારતના તમામ પાત્રોને કાસ્ટ કરવામાં ૯ મહિનાનો લાંબો સમય લાગ્યો હતો. મેં તમામ પાત્રોનો સ્ક્રીન ટેસ્ટ કર્યો હતો. જેમાં સાડા ૩ હજાર છોકરા-છોકરીઓનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો.

વાત જાણે એમ છે કે શકુનિના રોલ માટે કાસ્ટિંગ નહીં થતાં તેઓ ચિંતિત હતા. તેઓ એકસમયે ડરી ગયા હતા કે આખરે હવે મહાભારતમાં શકુનિનો રોલ કોણ કરશે? ત્યારે ગૂફી પેન્ટલને જણાવવામાં આવ્યું હતું કે શકુનિનો રોલ હવે મહાભારતના કાસ્ટિંગ ડિરેક્ટર ગૂફી પેન્ટલ જ કરશે! એક ઈન્ટરવ્યુ દરમિયાન ગૂફી પેન્ટલે કહ્યું હતું કે મેં એવી પણ સલાહ આપી હતી કે શકુનિને લંગડા દેખાડવામાં આવે તેમજ હંમેશાં કાળા રંગના કપડા પહેરાવામાં આવે જેથી નેગેટિવ પાત્ર ઉપસી આવે.

એકવખત ગૂફી પેન્ટલ અને મુકેશ ખન્ના ગુજરાતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેઓ ટ્રેનમાં હતા ત્યારે આસપાસના કોઈ વ્યક્તિએ તેમને બેસવા માટેની જગ્યા નહીં આપતા કહ્યું હતું કે અમે શકુનિ મામાને સીટ નહીં આપીએ. મહાભારતના શૂટિંગ દરમિયાન પણ કેટલાંક પોસ્ટકાર્ડમાં ગૂફી પેન્ટલને એ પ્રકારે ધમકી મળી હતી કે તમારો પગ તોડી નાખીશું. ગૂફી પેન્ટલે જણાવ્યું હતું કે એક પોસ્ટકાર્ડમાં એવું લખ્યું હતું કે શકુનિ મામા તમે બહુ ખરાબ વ્યક્તિ છો.

તમે હંમેશાં પાંડવો સાથે અન્યાય કરો છો. તમે ક્યારેય પણ શ્રીકૃષ્ણની વાત માની નથી. અમે તમારો પગ તોડી નાખીશું. ગૂફી પેન્ટલે ‘મહાભારત’ સિવાય ‘કાનૂન’, ‘સૌદા’, ‘અકબર બિરબલ’, ‘કર્ણ સંગીની’ જેવા કેટલાય શોમાં કામ કરી ચૂક્યા છે. છેલ્લે તેઓ ટીવી શો ‘જય કનૈયા લાલ કી’માં જાેવા મળ્યા હતા.

તેમણે દેસ-પરદેસ, રફૂચક્કર, દિલ્લગી, મૈદાન-એ-જંગ, દાવા સહિતની ફિલ્મોમાં પણ અભિનયનો જાદુ પાથર્યો હતો. બે દિવસ પહેલા ગૂફી પેન્ટલના ભત્રીજાએ તેમની હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, તેમને હૃદયની તકલીફ થઈ હતી અને બાદમાં કિડનીની સમસ્યા થઈ હતી. તેમની હાલત નાજુક હોવાથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.