૧૮ વર્ષના છોકરાએ બનાવ્યો બીયર આઈસ્ક્રીમ
નવી દિલ્હી, ગરમીના દિવસોમાં આપણને બધાને એક વસ્તુ સૌથી વધુ ભાવે છે. ઘણા વિસ્તારો અને શહેરોમાંથો સ્પેશિયલ આઇસ્ક્રિમ પાર્લર પણ શરું થઈ ગયા છે.
આ બધા વચ્ચે દર વર્ષે કોઈ નવા નવા આઇસ્ક્રિના પ્રકાર લાવે છે અને પોતાના આઈસ્ક્રિમને બધાથી અલગ ગણાવે છે. જાેકે કેટલાક આઈસ્ક્રિમ ખરેખલ બિલકુલ અલગ અને હટકે હોય છે. આજે આપણે તેવા જ એક આઈસ્ક્રિમ પાર્લર વિશે વાત કરવાની છે જેનો આઈસ્ક્રિમ ખાવા માટે લાઈનો લાગે છે. 18 year old boy made beer ice cream
View this post on Instagram
.
તમે પણ અલગ-અલગ પ્રકારના આઈસ્ક્રીમ પણ ખાધા હશે. પરંતુ, શું તમે ક્યારેય બીયર આઈસ્ક્રીમ ટ્રાય કર્યો છે? નહીં ને? તો ચાલો પુણે શહેરમાં જ્યાં જાતભાતના ફૂડ ઉપલબ્ધ છે, ત્યાં હવે બિયર આઈસ્ક્રીમ પણ મળી રહ્યો છે. પુણેમાં એમઆઈટી કોલેજ નજીક આવેલ જંજીરા હોટલ પાસે તમે વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ ખાઈ શકો છો.
તાજેતરમાં ૧૨મું પાસ કરનાર ૧૮ વર્ષીય ર્નિમય પાટીલે પોતાનું સ્ટાર્ટઅપ મંજીફેરા શરૂ કર્યું છે. તેમની પાસે ચોકો બ્રાઉની, મોચા બદામ અને સોનાપાપડી આઈસ્ક્રીમ પણ છે. આ તમામ વેરાયટીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે અહીંનો બીયર આઈસ્ક્રીમ. ર્નિમય પાટીલે આપેલી જાણકારી અનુસાર તે સંપૂર્ણપણે બિન-આલ્કોહોલિક આઈસ્ક્રીમ છે.
View this post on Instagram
આમાં માત્ર બીયર ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફ્લેવર પ્લાન્ટ હોપ્સમાંથી બનાવવામાં આવે છે. તે એક કડવો છોડ છે અને તેનો ક્રેનબેરી જેવો ભાગ બીયર જેવો સ્વાદ ધરાવે છે. તે ભાગને ચોક્કસ તાપમાને ઉકાળવામાં આવે છે. આ પછી તેને યોગ્ય રીતે પ્રોસેસ કરીને બિયરનો ફ્લેવર બનાવવામાં આવે છે.
અમે શરૂઆતમાં નિયમિત ગ્રાહકોને આઈસ્ક્રીમ ટેસ્ટર તરીકે બીયરનો આઈસ્ક્રિમ પીરસવાનું શરૂ કર્યું. તેમનો સારો પ્રતિસાદ મળ્યો પછી આ બીયર આઈસ્ક્રિમને વેચવાનું શરૂ કર્યું. આ આઈસ્ક્રીમને હવે પુણેના લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મંજીફેરામાં આઈસ્ક્રીમ જેવો મોહિતો અને જાર્સહી પણ મળે છે.
અહીં મોહિતોમાં તમે જાંબુ, કરવંદ, કેરી, કાચી કેરી, આમળા, લાલ જાંબુ મેળવી શકો છો. ર્નિમયે કહ્યું કે યુવાનો કરવંદ અને જાંબુ મોહિતોને વધુ પસંદ કરે છે. મંજીફેરાનું મેનુ ઋતુ પ્રમાણે બદલાય છે. અમે મુખ્યત્વે ગ્રાહકોના હિત અને માંગને ધ્યાનમાં લઈએ મેનુ બનાવીએ છીએ. મંજીફેરા એ હકીતમાં કેરીનું જૈવિક નામ છે, આવી માહિતી પણ ર્નિમયે આ સમયે આપી હતી.SS1MS