Western Times News

Gujarati News

રીક્ષા ચાલક મુસાફરોને લક્ઝરી કાર જેવી મજા આપી રહ્યો છે

નવી દિલ્હી, ભારતમાં લોકલ લેવલ પર યાત્રા કરવા માટે સૌથી વધારે લોકો ઓટો રિક્ષાનો જ ઉપયોગ કરે છે. કોઈ નાના શહેર હોય કે મોટા, ઓટો રિક્ષા આપને દરેક જગ્યાએ જાેવા મળશે. The rickshaw driver is giving passengers fun like a luxury car

દેશમાં ઘણા લોકો ઓટો રિક્ષા ચલાવીને ભરણપોષણ કરે છે. એટલા માટે કેટલાય ડ્રાઈવર પોતાની ઓટોમાં વધારાની સુવિધા સાથે સજાવતા હોય છે, તો અમુક લોકો પોતાની ઓટો રિક્ષાને અપગ્રેડ પણ કરી લેતા હોય છે. હાલના દિવસોમાં પણ આવી જ ઓટો રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેને જાેઈને સૌ કોઈ હેરાન છે. હકીકતમાં આ વીડિયોમાં એક શખ્સે ઓટો રિક્ષામાં કંઈક એવો જુગાડ કર્યો છે કે, તે કોઈ લક્ઝૂરી કારથી જરાંયે ઓછું નથી લાગતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, એક સાધારણ દેખાતી ઓટો રિક્ષામાં શખ્સે એવો કમાલનો જુગાડ કર્યો છે કે, તે મુસાફરોને લક્ઝૂરી કાર જેવી મજા આપી રહ્યો છે. ઓટો રિક્ષાની અંદર આપ સીટને હાટાવીને કારની સીટ લગાવી છે. જેના પર બેસવાથી ખૂબ જ આરામદાયક અનુભવ મળશે. વીડિયોમાં આપ જાેઈ શકશો કે, ઓટો રિક્ષાની અંદર શાનદાર લાઈટિંગ પણ લગાવી છે.

જાે કે સોશિયલ મીડિયા પર લોકો આ યૂનિક મોડિફિકેશનને જાેઈને લોકો આ રિક્ષાચાલકના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. ત્યારે આવા સમયે લોકો વીડિયોમાં પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર ajithkumar1995a નામના અકાઉન્ટથી શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને ૧૨.૩ હજારથી વધારે વખત જાેવાઈ ચુક્યું છે. સાથે જ કેટલાય લોકોએ વીડિયોને પણ લાઈક કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.