Western Times News

Gujarati News

ઘરમાં CCTV લગાવવાનો ઈનકાર કરનારી વહુ પર સસરાએ કર્યો હુમલો

ડિબ્રૂગઢ, તિનસુકિયામાં સસરાએ કથિત રીતે બંને હાથ કાપી નાખ્યાના પાંચ દિવસ બાદ ગુરુવારે છ મહિનાની સગર્ભા મહિલાનું આસામ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મોત થયું હતું. સારવાર દરમિયાન સંગીતા કુમારીની સાથે-સાથે ગર્ભમાં રહેલા બાળકનું પણ મોત થયું હતું, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ કેસમાં પીડિતાના સસરા હરિન્દ્ર પ્રસાદના ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, ૪ જૂનના રોજ સંગીતા અને તેના પતિ રજત પ્રસાદે કથિત રીતે હરિન્દ્રને તિનસુકિયાના માનવ કલ્યાવણ રોડ પર આવેલા તેમના ઘરની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની ના પાડી હતી.

જેના કારણે તે આવેષમાં આવી ગયો હતો અને જાેરદાર ઝઘડો કર્યો હતો. જે બાદ આરોપીએ વહુ પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે વધુમાં કહ્યું હતું કે, ઘટનાના એક દિવસ પહેલા આરોપીએ તિનસુકિયા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દીકરો અને વહુ તેને ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાથી રોકી રહ્યા છે.

રજત અને પાડોશીઓ દ્વારા મહિલાને તિનસુકિયા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં તેની ગંભીર સ્થિતિના કારણે તેને છસ્ઝ્રૐમાં ખસેડવામાં આવી હતી. હુમલા બાદ તરત જ હરિન્દ્રએ હથિયાર સાથે તિનસુકિયા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. ‘ગુનો આચરનારા આરોપી સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

હવે મહિલાનું મૃત્યુ થતાં તેની થતાં હત્યાનો કેસ થશે’, તેમ શનિવારે તિનસુકિયા પોલીસ સ્ટેશનના ઓફિસર ઈન ચાર્જ પરાગ જ્યોતિ બારગોહેને જણાવ્યું હતું. અગાઉ ઉત્તરપ્રદેશના પીલીભીતમાં આવી જ કંઈક ઘટના બની હતી, જ્યાં સંપત્તિને લઈને થયેલા વિવાદમાં સસરાએ કુહાડીથી વહુની હત્યા કરી નાખી હતી.

મહિલાના પતિનું નિધન સાત મહિના પહેલા જ થયું હતું. જે બાદ તેને સસરા અને દિયર સાથે સંપત્તિ તેમજ બાઈકને લઈને વિવાદ ચાલતો હતો. આ વિવાદને લઈને મહિલા ઘણીવાર તેમના ઘરે પણ ગઈ હતી. પતિના મોત બાદ મહિલા પિયરમાં જ રહેતી હતી. પરંતુ લોકોએ સમજાવતા સાસરી પક્ષના લોકો મહિલા અને બાળકોને ઘરે લઈ ગયા હતા.

જે બાદ મહિને ખર્ચ પેટે ૧ હજાર રૂપિયા આપવાની વાત થઈ હતી. પરંતુ તેઓ પોતાની વાતથી ફરી ગયા હતા અને પતિની જે બાઈક હતી તે પણ વેચી દીધી હતી. જે બાદ મહિલાએ ર્નિણય લેવા માટે કહ્યું હતું. તે વખતે સસરા, દિયર અને દેરાણીએ તેની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.