શાળાના ઓરડાની છત ધરાશાયી થાય તો તે નુકસાન માટે જવાબદાર કોણ….??
મેઘરજનગરની પ્રાથમિક શાળા નંબર ૨ જર્જરીત હાલતમાં
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર ૨ એટલી તો જર્જરીત હાલતમાં છે કે ત્યાં બેસીને બાળકોને ભણાવવા શક્ય જ નથી…!!! Primary School No. 2 of Meghrajnagar is in dilapidated condition
મેઘરજ નગરમાં શાળા નંબર ૨ ના મકાન આઝાદી પહેલા બનાવવામાં આવ્યા હતા જે ઓરડા નોન યુઝ તો જાહેર કરાયા પરંતુ હજુ સુધી તે ઓરડા તોડી નવા ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું નથી…!! ઓરડાના અભાવે શિક્ષકો બબ્બે વર્ગ એક ઓરડામાં તથા અન્ય વર્ગોના વિદ્યાર્થીઓને શાળાની લાંબીમાં બેસાડી ભણાવવા મજબૂર થયા છે. શું આવી રીતે ભણશે ગુજરાત….???
આધુનિક શિક્ષણના સરકારી તંત્ર દાવા કરી રહ્યું છે પરંતુ સરકારી તંત્રના પોકળ દાવાઓ મેઘરજ નગરમાં ખુલ્લા પડી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે….!!!! નોન યુઝ કરાયેલા ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા નથી જેથી તે ઓરડાઓમાંથી અવાર નવાર પોપડાઓ પડે છે જેથી બીજી વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાથી શિક્ષકોને વિદ્યાર્થીઓને જીવના જાેખમે આવા જર્જરીત ઓરડાઓની લાંબીમાં બેસીને ભણાવવા મજબૂર થવું પડ્યું છે…!!!!
જાે શાળાના ઓરડાની છત ધરાશાયી થાય તો શિક્ષકો અને વિદ્યાર્થીઓને થનાર નુકસાન માટે જવાબદાર કોણ….?? શાળાના જર્જરીત ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા માટે મેઘરજ ગ્રામ પંચાયતે ઓરડા નોન યુઝનો ઠરાવ પણ કરેલ છે તેમ છતાં આજ દિન સુધી તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી…!!!