Western Times News

Gujarati News

12 વર્ષનો બાળક દરરોજ કરે છે ભગવદ્‌ ગીતાનું વાંચન

વેકેશન દરમિયાન બાળકો રમવા અને ફરવા જવાની જીદ કરતા હતા ત્યારે તિર્થ પટેલે તેના પિતાને ભાગવદ ગીતા વાંચવી છે તેવું કહેતો

હિંમતનગર, હિંમતનગર તાલુકાના રૂપાલ કંપામં રહેતા ૧ર વર્ષના બાળકે ઉનાળાના વેકેશન દરમિયાન તેના પિતાને કહ્યું કે મારે ભાગવદ ગીતા વાંચવી છે, ત્યારે પરિવારજનોએ ગામમાં રહેતા એક સ્વજનના ઘરેથી વાજતે ગાજતે ગીતાની ઘરે પધરામણી કરી પૂજા અર્ચના કરી હતી અને ઉનાળું વેકેશન દરમિયાન રમવા જવાને બદલે ૧ર વર્ષના બાળકે ગ્રામજનોને ભાગવદ ગીતા વાંચીને સંભળાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે રૂપાલ કંપાના ૧ર વર્ષનો તિર્થ પટેલ નાનપણથી પૂજા, પાઠ અને ભક્તિરસમાં લીન થઈ ગયો હતો. દરરોજ વહેલી સવારે ઉઠીને પૂજા પાઠ કરવા, ગામના મંદિરે જઈ દર્શન કરવા, આરતી કરવી સહિતની ધાર્મિક પ્રવૃતિ કરતો બાળક તિર્થ પટેલ રણાસણ ગામની સકુલમાં ધો.૭માં અભ્યાસ કરે છે.

ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો રમવા અને ફરવા જવાની જીદ કરતા હતા ત્યારે તિર્થ પટેલે તેના પિતાને ભાગવદ ગીતા વાંચવી છે, તેમ કહેતાં ગામમાં રહેતા કિર્તનભાઈ મુળજીભાઈ પટેલના ઘરેથી ગીતા લાવી વાજતે ગાજતે પૂજા- અર્ચના કરી અને ગીતા પઠનનું સતકાર્ય શરૂ કર્યું હતું.

ઉનાળાના વેકેશન દરમિયાન સવારે અને સ્કૂલ શરૂ થયા બદા ગીતાનું વાંચન કરતો હતો. દરરોજ દિનચર્યા બાદ ભાગવત ગીતાના શ્લોક સાથે વાંચન કરતા હતા. ગીતાના શ્લોકની સાથે વાંચન પણ અને સમજણ પણ નાનો બાળક તિર્થ પટેલ આપતો હોવાથી લોકોને પણ ભાગવત ગીતા સાંભળવામાં રસ પડ્યો હતો.

ભાગવદ ગીતાનું સંપૂર્ણ વાંચન થયા બાદ પરિવારજનોએ ગીતાની પૂજા-અર્ચના કરી ભાગવદ ગીતાને માથે મુકી વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળી કિર્તનભાઈના ઘરે ભાગવદ ગીતા મુકી આવ્યા હતા. આમ, ભણતરના ભાર સાથે બાળકે ધર્મનો ભાર પણ સંભાળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.