ડિપ્લોમા તથા ડિગ્રી ઇજનેરીની સરકારી સંસ્થાઓમાં બેઠકોની સ્થિતિ જાણો
ડિપ્લોમા તથા ડિગ્રી ઇજનેરીની સરકારી સંસ્થાઓમાં રીસ્ટ્રક્ચરીંગ થયેલ બેઠકોમાંની ડિગ્રી ઇજનેરીની 97% થી વધુ તથા ડિપ્લોમા ઇજનેરીની 91%થી વધુ બેઠકો ભરાઇ ગઇ
સમયની માંગ અનુસાર સરકારશ્રીએ તારીખ 28 જૂન 2023 ના રોજ રિસ્ટ્રક્ચરિંગનો પરિપત્ર કર્યો અને એઆઈસીટીઈ ની મંજૂરી મેળવી જેમાં ડિગ્રી એન્જિનિયરિંગની 601બેઠકો અનેડિપ્લોમા એન્જિનિયરિંગની560 બેઠકોનો વધારો સરકારી સંસ્થાઓમાં કરવામાં આવ્યો.
ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ રાઉન્ડમાંનવા શરૂ થયેલ અભ્યાસક્રમોની 586બેઠકો એટલે કે 97 ટકા (રીસ્ટ્રક્ચર કરાયેલ બેઠકો પૈકી) અને ડિપ્લોમા એન્જિનિયરિંગનાપ્રથમ રાઉન્ડમાંનવા શરૂ થયેલ અભ્યાસક્રમોની510 બેઠકો એટલે કે91% (રીસ્ટ્રક્ચર કરાયેલ બેઠકો પૈકી) બેઠકો ભરાઈ ગઈ, જે દસ-પંદર દિવસમાં રેકોર્ડ બ્રેકિંગ કાર્ય થયું છે. બેઠકોની વિગતો નીચે મુજબ છે.