Western Times News

Gujarati News

ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી

નવી દિલ્હી, ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા રવાના થયેલી વંદે ભારત ટ્રેનની c-14 કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના c-14 કોચમાં આગ લાગી હતી. Fire in Vande Bharat Express train Bhopal to Delhi

ટ્રેન નંબર ૨૦૧૭૧ ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે ૫.૪૦ વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીના સ્ટેશન પહેલા બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-૧૪માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી બેટરી બોક્સમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર વંદે ભારત ટ્રેનમાં કોંગ્રેસ નેતા અજય સિંહ, IAS અવિનાશ લાવાનિયા સહિત ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. મધ્યપ્રદેશના રાણી કમલાપતિ સ્ટેશન અને દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલનારી આ ટ્રેન મધ્ય પ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.