જાણો રાઘવ જુયાલે શહેનાઝ સાથેની રિલેશનશીપ અંગે શું પ્રતિક્રિયા આપી
મુંબઈ, છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે કે, ડાન્સર-એક્ટર રાઘવ જુયાલ એક્ટ્રેસ શહેનાઝ ગિલ સાથે રિલેશનશીપમાં છે. થોડા મહિના પહેલા ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશન દરમિયાન સલમાન ખાને રાઘવનું નામ લઈને શહેનાઝને ચીડાવી હતી અને ત્યારથી જ આ ચર્ચા શરૂ થઈ હતી. Raghav Juyal’s reaction to Shehnaaz’s relationship
જાેકે, હાલમાં જ રાઘવ જુયાલે શહેનાઝ સાથેની રિલેશનશીપ અંગે પ્રતિક્રિયા આપી છે. રાઘવે કહ્યું, અફેરની વાત સાચી નથી. સલમાનભાઈએ ફિલ્મ પ્રમોશન દરમિયાન મજાક કરી હતી અને તેના કારણે અફવા શરૂ થઈ હતી. મેં અને શહેનાઝે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, તેનાથી વિશેષ અમારી વચ્ચે કંઈ નથી.
તમારા કો-એક્ટર્સ સાથે નામ જાેડાવું સામાન્ય વાત છે પરંતુ હકીકત એ જ છે કે અમે એકબીજાને ડેટ નથી કરી રહ્યા. હું સિંગલ છું. રાઘવે વાત આગળ વધારતાં કહ્યું, “આગામી મહિનાઓમાં મારી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એટલે એવું કહી શકાય કે હું મારા કામને પરણેલો છું. અત્યારે તો હું સિંગલ છું અને રિલેશનશીપ શરૂ કરવાનો કોઈ પ્લાન નથી કે એવો સમય પણ નથી.”
પોતાના ડાન્સ મૂવ્સ અને રિયાલિટી શો હોસ્ટ કરવા માટે જાણીતા રાઘવે છેલ્લા બે વર્ષથી હોસ્ટિંગ છોડી દીધું છે. આ અંગે તેણે કહ્યું, “ડાન્સ પ્લસની કેટલીય સીઝનમાં હું હોસ્ટ તરીકે દેખાયો છું અને હું મારી ટીમને યાદ કરું છું. જાેકે, દરેકે જીવનમાં આગળ વધવું પડે છે અને અત્યારે તો મારું ધ્યાન ફિલ્મો પર છે.
રાઘવ મૂળ દહેરાદૂનનો છે ત્યારે થોડા દિવસો પહેલા ઉત્તર ભારતમાં વરસાદના લીધે સર્જાયેલી તારાજી જાેઈને તે દુઃખી થયો છે. તેણે કહ્યું “હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં વેપારીકરણ અને માનવ પ્રદૂષણના લીધે આ સ્થિતિ પેદા થઈ છે.
ટુરિઝમ ખરાબ છે તેમ હું નથી કહતો પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેને પ્રમોટ કરવું જાેઈએ. દર વર્ષે આપણે જાેઈએ છીએ કે ભારે વરસાદના લીધે આવેલા પૂરમાં કેટલીય ગાડીઓ, ઘર અને દુકાનો તણાઈ જાય છે. પર્યાવરણ બચાવવા માટે આપણાથી જે થાય તે કરવું જાેઈએ.”SS1MS