સૌરાષ્ટ્રના ૪૬ ડેમ, કચ્છના ૧૦ ડેમ સંપૂર્ણ ભરેલા
અમદાવાદ, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૮૩ ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના ૨૦૭ ડેમમાં કુલ ૬૯.૭૩ ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતના કુલ ૨૦૭ પૈકી ૬૧ ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમ પૈકી ૪૬ ડેમ સંપૂર્ણ ભરેલા છે.
સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૮૧.૮૫ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ પૈકી ૩ ડેમ સંપૂર્ણ ભરેલા છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૬૯.૫૪ ટકા જથ્થો છે. કચ્છના ૨૦ ડેમ પૈકી ૧૦ ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના ૨૦ ડેમમાં ૬૬.૮૬ ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૬૯.૨૬ ટકા જથ્થો છે. મધ્ય ગુજરાતના ૧૭ પૈકી ૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૪૫.૨ ટકા જથ્થો છે.
સરદાર સરોવર ડેમમાં ૭૨.૮૪ ટકા પાણીનો જથ્થો છે. તાપીના ઉકાઈમાં સતત પાણીની આવક થઇ રહી છે. ઉકાઈ ડેમમાં ૫૨,૨૪૧ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી ૩૩૩.૨૧ ફુટે પહોંચી છે. હાલ ઉકાઇ ડેમનું રૂલ લેવલ જાળવવા ૩ હાઈડ્રો મારફતે ૨૩,૪૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.
હાલનું ઉકાઇ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફુટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે. મહેસાણાના ધરોઈ ડેમનો બીજાે ગેટ ખોલાયો છે. ડેમમાંથી નદીમાં ૯૨૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમમાં ૯૨૮૬ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે હાલ ધરોડાઈ ડેમની સપાટી ૬૧૯ ફૂટ છે.
ધરોઈ ડેમમાંથી સાબરતમી નદીમાં પાણી છોડાયું છે. જેના પગલે સાબરમતી કાંઠા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠાના તંત્રને જાણ કરાઇ છે. ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરોને પણ જાણ કરવામાં આવી છે.
હાલ ગુજરાત પર ચોમાસાની વરસાદ આપનારી કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજ્યમાં વરસાદી માહોલ બનેલો છે, રાજ્યમાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ જાેવા મળ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરીને આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આજે પણ અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે દરિયામાં પણ હલચલ રહેવાની શક્યતાઓ સાથે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.SS1MS