Western Times News

Gujarati News

જાપાનના શખસે ડૉગ બનવા માટે ૧૨ લાખ રૂપિયા ખર્ચ્યા

ટોક્યો, ટિ્‌વટર પર ‘ટોકો’ નામથી જાણીતી એક જાપાની વ્યક્તિ શ્વાનના રૂપમમાં જીવી રહી છે. ગત વર્ષે ટોકોએ કૂતરા જેવો કોસ્ચ્યૂમ બનાવવા પર લગભગ ૧૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. ત્યારથી, તે પોતાના ટિ્‌વટર પેજની સાથે-સાથે પોતાની યુટ્યૂબ ચેનલ પર ‘એક શ્વાનના રૂપમાં પોતાના જીવન’ અંગે પોસ્ટ કરી રહ્યો છે.

જાપાની કંપની ઝેપેટ ટીવી જાહેરાતો અને ફિલ્મો માટે કોસ્યૂમ બનાવે છે, જેણે ટોકો માટે શ્વાનનો કોસ્ચ્યૂમ ડિઝાઈન કર્યો છે. તેને બનાવવામાં કંપનીને ૪૦ દિવસ લાગ્યા. ટોકોનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેમાં ટોકોને પોતાના કેટલાક મિત્રોની સાથે ફરતો જાેઈ શકાય છે. ટોકોના દોસ્તોને તેના આ ટ્રાન્સફોર્મેશન અંગે જાણ નથી. પોતાના દરેક વિડીયોમાં ટોકો હંમેશા શ્વાનના પોષાકમાં જાેવા મળે છે અને ક્યારેય તેનો ચહેરો બતાવ્યો નથી.

ટોકોને ડર છે કે, જાે તેના દોસ્તોને તેના આ શોખ અંગે ખબર પડી જશે તો તેઓ શું વિચારશે? ટિ્‌વટર પર શેર વિડીયોમાં ટોકો એક શ્વાનના રૂપમાં પાર્કમાં ફરતો જાેવા મળી રહ્યો છે. વિડીયોની સાથે કેપ્શનમાં લખાયું છે કે ,’એક જાપાની વ્યક્તિ, જેને ટોકોના નામથી ઓળખવામાં આવે છે, તેણે શ્વાન બનવાના પોતાના સપનાને પુરું કરવા માટે એક પોશાક પર ૧૬ હજાર ડોલર ખર્ચ કર્યા. તેની ઓળખ જાહેર નથી થઈ, ત્યાં સુધી કે, તેના મિત્રો અને સહકર્મીઓ માટે પણ.

આ પહેલા ડેઈલીમેલ સાથે વાત કરતા ટોકોએ શ્વાન જેવું જીવન જીવવાની બાબતને ‘ફેરફારની ઈચ્છા’ જણાવી હતી. તસવીરો અને વિડીયોમાં ટોકો તદ્દન એક ભારે ભરખમ શ્વાન જેવો દેખાઈ રહ્યો છે અને શ્વાનની જેમ જ ચાર પગે ચાલે પણ છે. ભલે ટોકો પોતાના મિત્રો અને સહકર્મીઓને આ રહસ્ય બતાવવાથી ડરે છે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ઓનલાઈન સર્કલ અને ફોલોઅર્સ તરફથી તેને ઘણું સમર્થન મળી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.