માંગરોળમાં બિલ્ડરના દબાણથી પાણી નિકાલ બંધ થતાં વરસાદી પાણી ભરાયા
હાઈવે ઓથોરીટી દ્વારા પુલના બદલે પાઈપ નખાતા નિકાલ અટકી ગયો
માંગરોળ, માંગરોળમાં તિરૂપતી નગરમાં ઘુસી જતા વરસાદી પાણી અને વીજળીની સમસ્યાની ત્રસ્ત રહીશોએ મામલતદાર અને ચીફ ઓફીસરને આવેદન પાઠવ્યું હતુું. સોસાયટીની બંને તરફ બિલ્ડરો દ્વારા રેતી કાંકરીની ભરતી કરી પાણીના નિકાલ માટે વર્ષો જુનો વોકળો બંધ કરીી દેવાયાનો આક્ષેપ કરી ફરી ખુલ્લો કરાવવા માંગ કરી છે.
૧૯૯૮માં રહેણાંક હેતુ માટે અસ્તિત્વમાં આવેલ શહેરના તિરૂપતી નગર ૧ અને ર સોસાયટીમાં અંદાજીત ૧પ૦ મકાનો આવેલા છે. પ૦૦ લોકો વસવાટ કરે છે. આ સોસાયટીની સામેની બાજુ તળાવ આવેલું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળતા પાણીનો સંગ્રહ થાય છે.
તાજેતરમાં પોરબંદર- વેરાવળ હાઈવેના નવીનીકરણ અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રસ્તો ઉંચો બનાવવામાં આવેલ છે. ઉપરાંત કેશોદ બાયપાસ ચોકડી આગળ જુનો પુલ હતો તેની જગ્યાએ પાણીનાં નિકાલ માટે અંડરગ્રાઉન્ડ સિમેન્ટના ભુંગળા નાંખવામાં આવ્યા છે.
પરંતુ માનખેત્રા ગામ તરફથી આવતું પાણી તેમાંથી પસાર ન થઈ શકતું હોવાથી હાઈવે ઉપરથી થઈ સોસાયટીમાં ફરી વળે છે. અને રહેણાંક મકાનોમાં ઘુસી જાય છે. પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે અહી પહેલાની જેમ પુલ બનાવવામાં માંગણી છે.
આ ઉપરાંત માનખેત્રા તરફ કેશોદ માંગરોળ હાઈવે બાજુ વરસાદી પાણીના નિકાલનો વોકળો માટી કાંકરીની ભરતી કરીને બિલ્ડરે બુરી દીધાનો પણ આક્ષેપ કર્યો છે. પરીણામે દીધાનો આ પાણી વોકળામાંથી પસાર થવાને બદલે હાઈવે પર વહે છે. બાદ આઅ પાણી તળાવમાં જવાને બદલે છેલ્લા બે વર્ષથી સોસાયટીઓમાં ફરી વળે છે.
આગળ વેરાવળ બાયપાસ પર પણ બિલ્ડર દ્વારા રેતી, કાંકરીની ભરતી કરેલ હોવાથી પાણી આગળ ન જઈ શકતા મકાનોમાં ઘુસી જતા ઘરવખરી સાધન સામગ્રી અને ઈલે.ઉપકરણોમાં નુકશાન પહોચે છે.