Western Times News

Gujarati News

જાેધપુરથી અપહરણ કરાયેલું બાળક દાહોદથી બાળ તસ્કરી ગેંગ પાસેથી મળ્યું

પ્રતિકાત્મક

દાહોદમાંથી ઝડપાયેલી બાળ તસ્કરી ગેંગ પાસેથી જાેધપુરથી અપહરણ કરાયેલું બાળક મળી આવ્યું-બાળક માટે પાંચ હજારના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી

વડોદરા, દાહોદમાંથી તાજેતરમાં ઝડપાયેલા બાળ તસ્કરી ગેંગના યુવક-યુવતી પાસેથી મળી આવેલા બાળકોમાં એક બાળક રાજસ્થાનના જાેધપુર ખાતે અપહરણ કરાયેલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બાળ તસ્કરી ગેંગના જાણ થતાં દાહોદ દોડી આવેલી જાેધપુર પોલીસે અને અપહ્યત બાળકના પિતાએ બાળક ઓળખી કાઢતા ચાર વર્ષ બાદ બાળક મળી આવતા પરિવારજનોની આંખો ભીંજાઈ ગઈ હતી. ર૦૧૯માં અપહરણ થયેલા આ બાળકની ખબર આપનાર માટે પાંચ હજારના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

રાજસ્થાન અને દિલ્હીથી બાળકોનું અપહરણ કરીને ભિક્ષાવૃતિ કરાવતા યુવક-યુવતિ દાહોદ શહેરમાં પકડાયા હતા ત્યારે ત્રણ બાળકો પૈકી જાેધપુરથી અપહત રાજૂને દાહોદના ચિલ્ડ્રન હોમમાં અને દિલ્હીથી અપહ્ય્ત અંજલીને ગોધરા ખસેડવામાં આવી હતી.

આંતરરાજય હ્યુમન ટ્રાફિકિંગની ઘટના ઉપરથી પરદો ઉચકનાર દાહોદની બી ડીવીઝનના પી.આઈ. એ.એન. ગઢવીએ તાત્કાલિક અસરથી બી ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. અંદાજ પ્રમાણે વર્ષ કાઢીને તપાસ કરતાં ર૦૧૯માં રાહુલ નામક છોકરાનું અપહરણ કરાયું હોવાનું ખુલ્યુ હતું જાેકે, આપેલા સરનામે તપાસ કરતાં પરિવાર રહેતો ન હોવાથી રાજસ્થાન પોલીસે તપાસ શરૂ કરતા ફરિયાદ નોંધાવનાર પાનીબાઈ બાવરી

અને તેમનો પુત્ર પ્રકાશ બાવરી જાેધપુરના અન્ય વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જાેધપુર પોલીસ સોમવારે પ્રકાશ અને પાનીબાઈને લઈને દાહોદ પોલીસ પાસે પહોચી હતી પી.આઈ. ગઢવી જાેધપુર પોલીસને લઈને દાહોદના ચિલ્ડ્રન હોમ પહોચ્યા હતા.

આ સમયે તેના પિતા પ્રકારની પણ આંખો ભીજાઈ ગઈ હતી. ખરાઈ અંતે ચાર વર્ષ પહેલા અપહરણ કરાયેલો રાહુલ પરિવારને પરત મળી શકયો હતો. રાહુલનું અપહરણ થયા બાદ તેની ઘણી શોધખોળ કરાઈ હતી પરંતુ તે મળ્યો ન હતો ત્યારે જાેધપુર પોલીસ રાહુનલી ખબર આપનારને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત ર૦૧૯માં કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.