મહાભારતના પાત્રોનાં નામ આપી ચાલી રહ્યુ હતું ડબ્બા ટ્રેડિંગ
દ્રોણા, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ જેવા મહાભારતના પાત્રોનાં નામ આપ્યા હતા. ઓફિસમાં કામ કરતા માણસોના તથા અન્ય વ્યક્તિઓના બેન્ક ખાતાઓમાં રકમ મેળવી તેમને પ ટકા કમિશન આપતા
ડબ્બા ટ્રેડિંગના સૂત્રધારે તેના માણસોને મહેસાણા એલસીબીએ ઝડપેલા મુખ્ય સૂત્રધારના રિમાન્ડમાં વિગતો ખુલી
મહેસાણા, સ્ટોક માર્કેટની વિવિધ કંપનીઓ બનાવી શેરબજારમાં પૈસાનું રોકાણ કરવાના બહાને કરોડોની છેતરપિંડી આચરનાર મુખ્ય સુત્રધાર વિસનગરના પીન્ટુ ભાવસારના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે તેની કંપનીમાં કામ કરતા માણસોને તેણે મહાભારતના પાત્રોના નામ આપ્યા હતાં.
વિસનગર અને વડનગર ખાતે વિશ્વાસ અને દેવકી સ્ટોક પ્રા.લિ.ની ઓફિસોમાંથી ફોન કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને કેરલાના ત્રિશુરના જેકોબ વર્ગીસ બ્રહ્માકુલમ સાથે રૂ.૪.૯૦ કરોડની છેતરપિંડીનો ગુનો ખેરાલુ પોલીસ મથકે ગત ૧૭ જાન્યુઆરીએ નોંધાયો હતો
જેની તપાસમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો અને અગાઉ ૯ આરોપીઓને પકડી લીધા બાદ મહેસાણા એલસીબીએ મુખ્ય સુત્રધાર હિમાન્સુ ઉર્ફે પિન્ટુ ભરતભાઈ ભાવસાર (રહે. વિસનગર, પારેખપોળ તથા અમદાવાદ, સાયન્સ સિટી સોલા, કુશાન રેજન્સી ફલેટ)ની ૧ ઓગસ્ટે સાંજે અટક કરી હતી
કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ અને બાદમાં વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વિગતો ખુલી હતી કે, આરોપી પિન્ટુ ભાવસારના હાથ નીચે વિસનગર તથા વડનગર ખાતે ઉપરોકત નામે શેરબજારની ઓફિસો ખોલી તેનું સંચાલન વિસનગરનો પટેલ હિમાંશુ રસિકભાઈ વગેરે કરતા હતા
તેમના હાથ નીચેના માણસોને દ્રોણા, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ જેવા મહાભારતના પાત્રોનાં નામ આપ્યા હતા. ઓફિસમાં કામ કરતા માણસોના તથા અન્ય વ્યક્તિઓના બેન્ક ખાતાઓમાં રકમ મેળવી તેમને પ ટકા કમિશન આપતા
અને આજુબાજુના વિસ્તારોમાંથી ડમી સીમકાર્ડ મેળવી તેનો ઉપયોગ કરતા હતા. પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરી બાકીના આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.