ચોરી કરે છે તો હપ્તો આપવો પડશે કહીને બે ભાઈએ સોસાયટીમાં આતંક મચાવ્યો
ઈસનપુરમાં હપ્તો ન આપનારના ઘરમાં એસીડ ભરેલી કોથળીઓ નાંખી
(એજન્સી)અમદાવાદ, ચંડોળા તળાવ નજીક રહેતા શખ્સે તું ચોરી કરે છે, તારે મને હપ્તો આપવો પડશે તેમ કહીને ફરીયાદીના ઘરમાં એસીડ ભરેલી કોથળી ફેકતા બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોધાઈ છે. ઉપરાંત આસપાસના રહીશોને ઘરની બહાર પણ એસીડ ભરેલી કોથળીઓ ફેકીને આતંક મચાવ્યો હતો.
ચંડોળા તળાવ નજીક રૂકશારબાનુ મલેક નામની ર૬ વર્ષીય પરીણીતા ૧૧ ઓકટોબરની બપોરે ઘરનું કામકાજ કરી રહી હતી તે સમયે તેનો ૯ વર્ષનો દીકરો અયાન તેની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે રહીમ ઉર્ફે ચટણીએ પપ્પાને બોલાવ્યા છે. જાેકે ઈરફાન ઉર્ફુ ભુરીયો સુતા હોવાથી બાળકની માતાએ કહયું કે કહી દે, પપ્પા સુઈ ગયા છે., સાંજે મળવા આવશે.
જાેકે થોડીવારમાં રહીમ ઉર્ફે ચટણી ઘરે આવી ચઢયો અને ઈરફાન કહેવા લાગ્યો કે તું ચોરી કરે છે. તેથી તમારે મને હપ્તો આપવો પડશે. આ બબતે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
આરોપી રહીમ ઉર્ફે ચટણીએ ઈરફાનના ઘરમાં એસીડ ભરેલી કોથળીઓ ફેકવાનું શરૂ કરી દીધું હતું. તેથી ફરીયાદીને દીકરા અયાનને ઈજાઓ પહોચી હતી. એટલામાં જ રહીમનો ભાઈ શાહરૂખ પણ ઈરફાનના ઘરે આવી પહોચ્યો અને બંને ભાઈઓએ ઈરફાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.
આ દરમ્યાન પોલીસને જાણ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા. સમગ્ર મામલે ઈરફાનની પત્નીઅીે પોલીસ ફરીયાદ નોધાવતા ઈસનપુર પોલીસે રહીમ ઉર્ફે ચટણી અને શાહરૂખ વિરૂધ્ધ ગુનો નોધ્યો છે.