Western Times News

Gujarati News

બેંક લોકરમાં ઘરેણા ઉપરાંત કઈ ચીજાે રાખી શકાય છે જાણો છો?

પ્રતિકાત્મક

બેંક લોકરમાં હથીયારો, વિસ્ફોટકો, શસ્ત્રો રાખવાની મનાઈ છેઃ એર ટાઈટ પ્લાસ્ટિકની બેગ અથવા પાઉચમાં ઘરેણા રાખી શકાય છેઃ લોકરમાં પ્રોપર્ટીના ડોકયુમેન્ટ, જવેલરી લોન ડોકયુમેન્ટ રાખી શકાય

(એજન્સી)નવીદિલ્હી, બેક લોકર હવે મોટા ભાગના મીડલ કલાસના લોકોની જરૂરીયાત બની ગયા છે. કિમતી ઘરેણા ઘરોમાં રાખવાના બદલે બેક લોકરમાં રાખવા વધુ સુરક્ષીત ગણવામાં આવે છે.

બેક લોકરને લગતા સમાચાર અખબારોમાં વારંવાર ચમકતા રહે ેછ. કેટલીક વખત બેક લોકરમાં રહેલી ચલણી નોટસ સડી જાય છે. કેટલીક વખત ઘરેણા ચોરાઈ ગયાની અથવા બદલાઈ ગયાની વાતો પણ સાંભળવા મળે છે.

ઘણા લોકો કંપનીઓ, પાર્ટનરશીપ, ફર્મ્સ લીમીટેડ કંપનીઓ અને કલબ્સ બેક લોકરના ઉપયોગ કરે છે. હવે તમામ લોકર હોલ્ડરોએ બેક સાથે નવેસરથી એગ્રીમેન્ટ કરવા પડશે અને આ માટે ૩૧ ડીસેમ્બરની ડેડલાઈન નકકી કરવામાં આવી છે. બેક લોકરને લગતા નિયમો પણ બદલાયા છે. અને તેથી તેમા કઈ ચીજાે રાખી શકાય અને કઈ ચીજાે રાખી શકાય અને કઈ રાખવાની મનાઈ છે. તે જાણવું જરૂરી છે.

કેટલીક સરકારી અને પ્રાઈવેટ બેકોના નિયમો પ્રમાણે તમે બેક લોકરમાં આટલી ચીજાે નહી રાખી શકોઃ લોકરમાં હથીયારો વિસ્ફોટકો, શસ્ત્રો સળગી ઉઠે તેવા પદાર્થો દવાઓ, કે પ્રતીબંધીત કેફી પદાર્થો નહી રાખી શકાય. કોઈ પણ સડી જાય છે. બગડી જાય તેવી ચીજાે રેડીયોએકટીવ ચીજાે અથવા ગેરકાયદે ચીજાે નહી રાખી શકાય બેક કે તેના કસ્ટમર માટે જાેખમ અથવા ન્યુસન્સ પેદા કરે છે. તેવી સામગ્રી લોકરમાં નહી રાખ શકાય.

કેમીકલ્સ નાર્કોટીકસ જેવી ગેરકાયદેસર ચીજાે લોકરમાં નહી રાખી શકાય.

લોકરમાં ચીજાે કેવી રીતે રાખવી ?
કોટક મહીન્દ્ર બેકની વેબસાઈટ પ્રમાણે એર ટાઈટ ઝીપ ધરાવતી પ્લાસ્ટીકની બેગ અથવા પાઉચમાં ઘરેણા કે એવી કિમતી ચીજાે લોકરમાં રાખી શકાશે જેથી તેના પર ભેજ ન લાગે. તમે ડોકયુમેન્ટને જાળવી રાખવા માટે તેને લીમેનેશન કરાવી શકો છો. આ ઉપરાંત જવેલરી ઘરેણા અને મેટલની ચીજવસ્તુઓ પ્લાસ્ટીક અથવા મેટલના બોકસમાં લોકરમાં રાખી શકાય છે. બેકો તમને આ સ્ટોરેજ આઈટમો નહી આપે. તેથી તમારી રીતે તેની વ્યવસ્થા કરવાની રહેશે.

લોકરમાં કઈ ચીજાે રાખી શકાય ?
બેકના લોકરમાં પ્રોપટીના ડોકયુુમેન્ટ જવેલરી, લોન ડોકયુમેન્ટ લગ્ન કે જન્મના સર્ટીફીકેટ સેવીગ્સબોન્ડ વીમા પોલીસીઓ બીજા કોન્ફડેન્શીયલ અને પ્રાઈવેટ આઈટમો રાખી શકાય જેને સુરક્ષીત રીતે સાચવવી જરૂરી છે.

બેકો કયારે જવાબદાર ગણાય ?
બેકની કોઈ ભુલ બેદરકારી કે ખામીના કારણે બેક લોકરમાં રહેલી કોઈ ચીજને નુકશાન થાય તો સેફ ડીપોઝીટ બોકસના ર્વાષિક ભાડા કરતા ૧૦૦ ગણા સુધી બેકની જવાબદારી રહેશે. ધારો કે તમારા લોકરનું ર્વાષિક ભાડું ર૦૦૦ રૂપિયા છે તો તેમને બેકની ભુલના કારણે થતા કોઈ પણ નુકશાન સામે વધુમાં વધુ બે લાખ રૂપિયા વળતર મળી શકે છે.

આરબીઆઈના નિયમ પ્રમાણે બેકે એ બાબતની ખાતરી કરવાની રહેશે કે તેની કોઈ ખામી કે ભુલના કારણે આગ, ચોરી, લુંટ અથવા બિલ્ડીગ ધસી પડવાની ઘટના ન બને. ઉપર વર્ણવેલી ઘટનાઓના કારણે બેક લોકરમાં રહેલી ચીજવસ્તુને નુકશાન જાય તો ઉપર વર્ણવેલી ઘટનાઓના કારણે બેક લોકરમાં રહેલી ચીજવસ્તુએ નુકશાન જાય તો ભાડાના ૧૦૦ ગણા સુધી બેકની જવાબદારી રહેશે. હાલમાં બેંક લોકરની એટલી બધી ડિમાન્ડ છે કે ઘણી બેકોમાં લોકર મેળવવા મુશ્કેલ હોય છે. આ ઉપરાંત લોકરના ભાડા પણ તેની સાઈઝ પ્રમાણે અલગ અલગ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.