Western Times News

Gujarati News

અયોધ્યામાં આવેલા રામમંદિરના પૂજારીઓનો પગાર કેટલો છે જાણીને ચોંકી જશો?

અયોધ્યામાં આકાર લઈ રહેલું રામ મંદીરનું ઉદ્‌ઘાટન ર૦ર૪ના જાન્યુઆરી મહીનામાં થવાનું છે.

(એજન્સી)લખનૌ, શ્રી રામ મંદીરના પુજારીઓની દિવાળી સુધરી ગઈ છે. શ્રી રામ જન્મભુમી તીર્થક્ષેત્રે ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદીરના પુજારીઓનો પગાર વધારો કર્યો છે. એક વર્ષથી અંદર શ્રીરામ મંદીર તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટે રૂ.રપ,૦૦૦ થી પગાર વધારીને રૂ.૩ર,૯૦૦ કર્યો છે. Do you know how much is the salary of the priests of Ram Mandir in Ayodhya?

આ જ પ્રકારે પાંચ સહાયક પુજારીઓના પગાર પણ વધારીને રૂ.ર૦,૦૦૦થી વધારીને રૂ.૩૧,૯૦૦ કરવામાં આવ્યો છે. આ સિવાય પુજારીઓને આરોગ્ય વીમા ટીએ-ડીએ પણ આપવામાં આવશે. આ પગારવધારા પર પુજારીઓએ આનંદ વ્યકત કરતા ટ્રસ્ટનો આભાર માન્યો છે. જાેકે રામ લલ્લાના પુજારીઓને છ મહીનામાં બીજું ઈન્ક્રિમેન્ટ મળ્યું છે.

રામ લલ્લાના મુખ્ય પુજારી આચાર્ય સત્યના દાસે કહયું હતું કે હાલની મોઘવારી જાેતાં પગારવધારાની માગ લાંબા સમયથી કરવામાં આવતી હતી. ટ્રસ્ટના અનુસાર મે મહીનાથી અહી તહેનાત મુખ્ય પુજારી અને સહાયક પુજારીઓને પગાર ઘણોો ઓછો હતો. તે સમયે મુખ્ય પુજારીને માત્ર રૂ.૧પ,પર૦ જજ પગાર મળતો હતો.

જયારે સહાયક પુજારીઓનેુ રૂ.૮૯૪૦ પગાર મળતો હતો. મે મહીનામાં ટ્રસ્ટે સ્વીકાર કર્યોો હતો. કે આ પગાર ઓછો છે. જેથી મુજબ પુજારી રૂ.રપ,૦૦૦ અને સહાયક પુજારીઓ રૂ.ર૦,૦૦૦ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે એમાં બીજજી વખત પગારવધારો કરવામાં આવ્યો છે.

અયોધ્યામાં આકાર લઈ રહેલું રામ મંદીરનું ઉદ્‌ઘાટન ર૦ર૪ના જાન્યુઆરી મહીનામાં થવાનું છે. દેશના વડાપ્રધાન સહીત દુનિયાભરથી ૧૦,૦૦૦ મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો ભાગ લેવાના છે. રામ મંદીર ટ્રસ્ટના સંચાલક ચંપત રાવે ગઈકાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ર૦ર૦થી ૩૧ માર્ચ ર૦ર૩ એપ્રિલ સુધીમાં રૂ.ર૦ર૩ સુધીમાં રૂ.૯૦૦ કરોડ રૂપિયાનો ધૈર્ય થયો છે. અને હજુ ટ્રસ્ટ પાસે ૩૦૦૦ કરોડનો ફંડ બચ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.