Western Times News

Gujarati News

અભિનેત્રી ઉર્ફી જાવેદને છોટા પંડિત બનવું ભારે પડ્યુ

મુંબઈ, સોશિયલ મિડીયા ઇન્ફ્લૂએન્સર ઉર્ફી જાવેદ હંમેશા કોઇને કોઇ કપડા લઇને ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે લોકોએ બરાબર આડે હાથે લીધી છે. ઉર્ફીએ આ વખતે પહેરેલા કપડા એની મુસીબતમાં મુકી દીધી છે. એક્ટ્રેસે આ વખતે હદ બહારની ફેશન કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ફેશન ઉર્ફીને મોંઘી પડી ગઇ છે. આ કારણે ઉર્ફીને પોલીસ સ્ટેશન પણ જવું પડ્યું છે.

અલગ-અલગ સ્ટાઇલ અને ફેશનને લઇને પોતાની ઓળખ બનાવનાર ઉર્ફી જાવેદને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ઉર્ફીએ પહેરેલા આઉટફિટને કારણે મળી છે, જેને હેલોવીન ડિઝાઇન માટે કરવામાં આવી હતી. આ ઇમેલ પછી ઉર્ફીએ આ વાતની જાણકારી મુંબઇ પોલીસને કરી અને એક્સ (પહેલા ટિ્‌વટર) પર પોસ્ટ પણ કરી. ઉર્ફીને બે અલગ-અલગ ઇમેલ આઇડીમાંથી મેઇલ આવ્યા છે.

પહેલો ઇમેલ એને કોઇ નિખિલ ગોસ્વામી નામના ઇમેલ આઇડી પરથી આવ્યો છે જેમાં લખ્યુ હતુ કે..જે તમે વિડીયો અપલોડ કર્યો છે એને ડિલીટ કરી દો નહીં તો મારવામાં સમય લાગશે નહીં. આ સાથે બીજા ઇમેલ રૂપેશ કુમારના નામનો આવ્યો હતો. આ મેઇલમાં લખવમાં આવ્યુ હતુ કે આપણાં હિન્દુ ધર્મને બદનામ કરી રહી છે અને ઉર્ફી જાવેદ, જી લો અપની જીંદગી, બીચ ચૌરહૈ પર ગોલી મારુંગા.

ઉર્ફીએ પોતાનો પક્ષ રાખતા સોશિયલ મિડીયામાં લખ્યુ છે કે, હું આ દેશથી હેરાન અને સ્તબ્ધ છુ, મને એક ફિલ્મની એક ભૂમિકા બીજી વાર બનાવવામાં એટલે કે રીક્રિએટ કરવામાં જાનથી મારી નાખવાની ધમકી મળી રહે છે, જ્યારે એ ભૂમિકા ભજવનારને કોઇ ખરાબ પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો નથી. ઇન્સ્ટાગ્રામ પર ઉફ્રી એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં એને ભૂલ ભુલૈયાના છોટા પંડિત જેવો ગેટઅપ કર્યો હતો. વિડીયો પોસ્ટ કરતા લખ્યું પાણી..મને આશા છે કે દરેક લોકો જાણે છે કે છોટા પંડિત ભૂલ ભુલૈયાનું એક પાત્ર છે. ઉર્ફી હેલોવીન પાર્ટી માટે તૈયાર થઇ હતી, પરંતુ ના જઇ શકવાને કારણે એણે વિડીયો પોસ્ટ કરવાનું વિચાર્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.