પુત્રવધૂને પાણીની ટાંકીમાં ધક્કો માર્યાે અને બાદમાં ઈંટો મારીને સાસુએ હત્યા કરી
હત્યાને અકસ્માતે મોત થયાનું સાબિત કરવા સાસુએ પાણીમાં ઈલેક્ટ્રિક મોટર ફેંકીને કરંટ આપ્યો
અમદાવાદ, ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી એક હત્યાની ઘટના અમદાવાદના કણભા વિસ્તારમાં બની હતી. સાસુએ પુત્રવધુની હત્યા કરીને આખી ઘટનાને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિષ કરી. જેનું કારણ હતું કે દીકરાની પહેલી પત્નીને મનાવી પરત લાવે, તો વારસાઈમાં જમીન મળે તેમ હતી. જેથી પુત્રની બીજી પત્નીની હત્યા નિપજાવી હતી.
અમદાવાદ ગ્રામ્યના કુહા ગામે ૨૮ તારીખના રોજ મિતલબેન ડાભી નામની મહિલાનો મૃતદેહ ઘર પાસે આવેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા મિત્તલની સાસુ વીણાબેન ડાભીએ પોલીસને હકીકત જણાવી કે, તેમની પુત્રવધુ મિત્તલ પાણી ભરવા માટે મોટર ચાલુ કરતા તેને કરંટ લાગ્યો અને માથામાં ઇજા થતા તેનું મૃત્યુ નીપજ્યું છે.
જાેકે પોલીસને પહેલેથી જ શંકા હોવાથી મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા માથામાં ગંભીર ઇજાઓ પહોંચવાથી થઈ હોવાનું સામે આવ્યું.
જેથી બનાવ સમય હાજર વીણાબેનની ઉલટ પુછપરછ કરતા હકીકત સામે આવી કે, સાસુએ પુત્રવધુને પાણીની ટાંકીમાં ધક્કો મારી દીધો હતો અને બાદમાં ઇંટોથી મારીને તેની હત્યા કરી હતી. જાેકે પોતે બચવા માટે સાસુએ પાણીની ટાંકીમાં ઇલેટ્રીક મોટર ફેંકીને પાણીમાં કરંટ આપ્યો હતો. જેથી વહુનું મોત કરંટ લાગવાથી થયુ હોવાનું સામે આવે. જાેકે પોલીસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું..
કણભા પોલીસે પુત્રવધુની હત્યા કરનાર સાસુ વીણાબેનની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આશરે ત્રણ વર્ષ પહેલા વીણાબેનના પુત્ર કિશન ડાભીના પહેલા લગ્ન ભાવનાબેન સાથે થયા હતા. જાેકે તેમની વચ્ચે મનમેળ ન હોવાથી તે પોતાના પિયર ચિસકારી ગામે રહેતા હતા. ભાવનાબેનને તેમના પિયર પક્ષ વતી સાત વીઘા જમીનમા ભાગ પણ મળવાનો હતો. જાે કે તે પહેલા જ કિશન મિત્તલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.
તેથી ભાવનાબેનના લગ્નમાં કરિયાવરમાં આવેલા ત્રણ સોનાની લગડી અને જમીનનો ભાગ જતો ન કરવો પડે તે માટે સાસુ વીણા બેને હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો અને તેને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી.
પુત્રવધુની હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે સાસુ વીણાબેન મોડી સાંજે તેને શોધવા પણ નીકળ્યા હતા.અને ઘરે આવી પુત્રવધુની લાશ જાેતા આડોશી પાડોશી અને પરિવારને જાણ કરી, રોકકળ પણ કરી મૂકી હતી. જાેકે પોલીસને પ્રથમ દૃષ્ટિએ આ હત્યા હોવાનું લાગી રહ્યું હતું. જેથી તપાસ કરતા હકીકત સામે આવી અને હત્યારી સાસુની ધરપકડ કરવામાં આવી.