Western Times News

Gujarati News

રશિયામાં બનતી એર-ટૂ-એર મિસાઈલ હવે ભારતમાં બનશે

(એજન્સી)નવી દિલ્હી, ૨૦૧૯માં પાકિસ્તાની એફ-૧૬ ફાઈટર જેટ સરહદ નજીક ઉડતા જાેવા મળી હોવાથી તેને ભગાડવાની જવાબદારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આપવામાં આવી હતી. આકાશમાં ડોગ ફાઈટ થઇ.

અભિનંદને તેમના મિગ-૨૧ બાઇસન ફાઇટર જેટમાંથી આર-૭૩ એર-ટુ-એર મિસાઇલ ફાયર કરીને પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. હવે આ મિસાઈલને ભારતમાં બનાવવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં તે રશિયાના ટેક્ટિકલ મિસાઈલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે. ઇન્ડિયન એરફોર્સ ઇચ્છે છે કે તેના ફાઇટર જેટ્‌સ આ મિસાઇલના લેટેસ્ટ વર્ઝન આર-૭૩ઈ મિસાઇલથી સજ્જ હોય.

તેને આર્ત્મનિભર ભારત અભિયાન અંતર્ગત મેક-૩ પ્રોજેક્ટમાં બનાવવામાં આવશે. લેટેસ્ટ વર્ઝનની રેન્જ ૩૦ કિલોમીટર છે. ઉપરાંત, તે આરવીવી-એમડી ટેકનોલોજીથી સજ્જ છે, જે તેની રેન્જને ૪૦ કિલોમીટર સુધી વધારી દે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.