Western Times News

Gujarati News

8 જિલ્લામાં મરાઠા આરક્ષણ વિરોધના કારણે આગજની અને પથ્થરમારોઃ પુણે-મુંબઈ હાઈવે જામ

મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યુ

મુંબઈ, મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણના મુદ્દે છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલું આંદોલન છેેલ્લાં બે દિવસથી હિંસક બની ગયું છે. રાજ્યના ૮ જિલ્લાઓમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. તેના પરિણામે ઠેર-ઠેર આગજની અનેે પથ્થરમારાંના બનાવો બન્યા છે. આ ઉપરાંત હાઈવે ઉપર પણ ચક્કાજામ કરાતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આરક્ષણની માંગને લઈ વધુ ૯ વ્યક્તિએ આત્મહત્યા કરતા સરકાર ચોંકી ઉઠી છે. Stone pelting due to Maratha reservation protests in 8 districts: Pune-Mumbai highway jam

પ્રદર્શનકારીઓએ મુંબઈ-પુણે એક્સપ્રેસને ૬ કિલોમીટર સુધી રોકી દીધી હતી. આ શહેરોમાં આગચંપીની ઘટનાઓ પણ બની હતી. બીડ અને માજલગાંવ બાદ મંગળવારે જાલનાની પંચાયત બોડી ઓફિસમાં આગ લાગી હતી.

રાજ્યમાં બે દિવસમાં રાજ્ય પરિવહન નિગમની ૧૩ બસમાં તોડફોડ કરવામાં આવી છે, જેના કારણે ૨૫૦ પૈકી ૩૦ ડેપો બંધ કરવા પડ્યા હતા. પથ્થરબાજી બાદ પુણે-બીડ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. મરાઠા સમુદાયના વિરોધીઓએ બીડ બસ ડેપોમાં તોડફોડ કરી હતી. એક હજાર જેટલા લોકોના ટોળાએ ડેપોમાં ઘૂસી ૬૦થી વધુ બસોના કાચ તોડી નાખ્યા હતા. સ્ટેશનનો કંટ્રોલ રૂમ પણ તૂટી ગયો હતો.

આ વર્ષે ઓગસ્ટથી મરાઠા આરક્ષણ આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા ૧૧ દિવસમાં અનામતની માગને લઈને ૧૩ લોકોએ આત્મહત્યા કરી છે. સોમવારે, ૩૦ ઓક્ટોબરના રોજ વિરોધીઓએ બીડમાં બે ધારાસભ્યોનાં ઘરોને આગ લગાવી દીધી હતી અને શરદ પવારના જૂથની એનસીપીની ઓફિસને પણ સળગાવી દીધી હતી.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગણી સાથે રવિવારે (૨૯ ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી.

મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં ૧૧ દિવસમાં ૧૩ લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જાેકે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી. લાતુરમાં ઘણા મેડિકલ વિદ્યાર્થીઓ પણ મરાઠા આરક્ષણની માગ સાથે ભૂખહડતાળ પર બેઠા છે.

કાર્યકર્તા મનોજ જરાંગેની અપીલ પર, રવિવાર ૨૯ ઓક્ટોબરે મરાઠા ક્રાંતિ મોરચાના ૬ કાર્યકરો અનિશ્ચિત સમયની ભૂખહડતાળ પર બેઠા હતા. એ જ સમયે સોમવાર ૩૦ ઓક્ટોબર સુધીના છેલ્લા ૪૮ કલાકમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની ૧૩ બસોને નુકસાન થયું છે, જેને જાેતાં રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા ૨૫૦ ડેપોમાંથી ૩૦ ડેપોમાંથી કામગીરી બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

આંદોલનના નેતા મનોજ જરાંગે ચેતવણી આપી છે કે આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ જશે. જરાંગેએ જણાવ્યું હતું કે, સરકારે આવતીકાલે જ વિશેષ સત્ર બોલાવીને અનામત અંગે ર્નિણય લેવો જાેઈએ, નહીં તો આવતીકાલ (બુધવાર)થી પાણી છોડી દઈશ. સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. આ માટે કેબિનેટની બેઠક યોજવામાં આવી શકે છે. જેમાં મરાઠાઓને અનામત આપવા માટે વટહુકમ લાવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.