Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ર૮૦૦ મે. ટન કચરાનો નિકાલ કર્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૧ ઓકટોબરથી સ્વચ્છતાના ૬૦ દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં શહેર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉત્સાહભેર ભાગ લઈ રહયા છે જેના ઘણા સારા પરિણામ પણ જાેવા મળી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૧થી ૩૧ ઓકટોબર દરમિયાન સદર ઝુંબેશ અંતર્ગત ૭ ઝોનમાંથી અંદાજે ર૮૦૦ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૪૦ કરતા વધુ ન્યુસન્સ સ્પોર્ટર્ બંધ કરવામાં આવ્યા છે.

મ્યુનિ. હેલ્થ કમિટિ ચેરમેન ભરતભાઈ પટેલના જણાવ્યા મુજબ સ્વચ્છતાના ૬૦ દિવસ અંતર્ગત પૂર્વ ઝોનમાં ઈન્દોર હાઈવે રોડ, અમરાઈવાડીમાં ખુલ્લો પ્લોટ, જલપરી પ્રાથમિક શાળા વસ્ત્રાલ, રાષ્ટ્રભારતી સ્કુલ ભાઈપુરા, પશ્ચિમઝોનમાં સરદાર પટેલ બાવલુ, ધરતીધર દેરાસર, લો ગાર્ડન, કોચરબ આશ્રમ પાલડી, ગાયત્રી માતા મંદિર રાણીપ, ઉતર ઝોનમાં સાગર પ્લોટ સરસપુર, મણીબા સ્કુલ રોડ,

ઈન્ડિયા કોલોની, મ્યુનિ. શાળા નં.૧,ર બાપુનગર, દક્ષિણ ઝોનમાં રામ રહીમ ટેકરા બહેરામપુરા, વટવા પોસ્ટ ઓફિસ પાસે, અસલાલી રોડથી કેનાલ રોડ વટવા, રામકૃષ્ણ વિદ્યાલય, મધ્યઝોનમાં શાહીબાગ પ્લોટ ડફનાળા, સંસ્કાર વિદ્યાલય શાહીબાગ, આરસી ટેકનીકલ દરિયાપુર, ઉ.પ.માં પલોડીયા ટેકરા, ઉમિયા માતા મંદિર શીલજ અને દ.પ.માં સરખેજ રેલવે સ્ટેશન રોડ, બુટભવાની સ્કુલ,

મકરબા પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાંથી ન્યુસન્સ સ્પોર્ટ સાફ કરવામાં આવ્યા હતાં આ ઉપરાંત ૧૧થી ૩૧ ઓકટોબર દરમિયાન કુલ ૨૮૦૦ મેટ્રીક ટન કચરાનો નિકાલ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિ. ઝોનલ ઓફિસો, મ્યુનિ. કચેરીઓ અને સબ ઝોનલ ઓફિસો, મસ્ટર સ્ટેશનો તેમજ સરકારી ઓફિસોની પણ સફાઈ કરવામાં આવી હતી

જે અંતર્ગત પૂર્વ ઝોનમાંથી પ.૬, પશ્ચિમ ઝોનમાંથી ૩ર.૮૮, ઉત્તર ઝોનમાંથી ૦.પ૮, દક્ષિણ ઝોનમાં -૭, મધ્યઝોનમાં ૦.પ૮, ઉ.પ.માં -૧૩ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ મેટ્રીક ટન કચરાનો સરકારી કચેરીમાંથી નિકાલ કરવામાં આવ્યો છે જે કચેરીઓની સફાઈ કરવામાં આવી છે તેમાં બીઆરટીએસ ડેપો ચાંદખેડા, નારણપુરા સીટી સિવિક સેન્ટર, વસ્ત્રાલ સબ ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત ઓફિસ નિકોલ, જાેધપુર જુની ઓફિસ, અસારવા ગામ મસ્ટર, અને ઘોડાસર સેવાસદનનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.