ભદ્રકાળી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટયા
દિવાળી પર્વ પર મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો
(એજન્સી)અમદાવાદ, રવિવાર દિવાળી પર્વ હતો. જે દિવાળી પર્વ પર લોકો ભગવાનના દર્શન કરી તેમના દિવસની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે દિવાળી પર્વ પર મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો જાેવા મળી રહ્યો હતો. ભગવાનના દર્શન કરવા મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા છે.
તો બીજી તરફ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકોની ભીડ જાેવા મળી રહી હતી.
🛕🙏🏻विक्रम संवत २०७९ की अंतीम मासिक शिवरात्रि पर सोमनाथ में ज्योतापुजन, महापूजा एवं महाआराती किए गए। pic.twitter.com/hj6ZoLmyOM
— Shree Somnath Temple (@Somnath_Temple) November 12, 2023
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રકાળી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટયા હતા. દિવાળી અને નવા વર્ષની માતાના દર્શન કરીને કરીને લોકોએ શરૂઆત કરી. એક માન્યતા છે કે સારા દિવસની શુભ કાર્યથી લોકો શરૂઆત કરતા હોય છે.
જેને લઈને ભદ્ર મંદિર સાથે અમદાવાદ અને રાજ્યના મંદિરોમાં પણ વહેલી સવારથી ભક્ત દર્શન કરવા માટે ઉમટયા. જ્યાં ભદ્ર મંદિર ખાતે ભીડને જાેતા સ્વયંસેવક રાખી વ્યવસ્થા કરવામા આવી. જ્યાં ભક્તોએ માતાના દર્શન અને આરતીનો લ્હાવો લીધો.
દિવાળીના દિવસે પણ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. લોકો છેલ્લી ઘડીએ ફટાકડા, કપડાં અને અન્ય વસ્તુની ખરીદી કરી રહ્યા છે. શનિવાર સુધી લોકોની ઓફીસ અને વેપાર ધંધા શરૂ રહેતા કેટલાક લોકો ખરીદી કરી શક્યા ન હતા. તેમજ ભીડમાં લોકોને ખરીદી કરવા જવું પસંદ ન હતું. આવા લોકો આજે રવિવારે દિવાળીના પર્વ પર રજાના દિવસે સવારથી બજારમાં ખરીદી કરવા પહોંચ્યા હતા. જેના કારણે રાયપુર સાથે દિલ્હી દરવાજા, બાપુનગર, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, એસ જી હાઇવે સહિતના બજારમાં ખરીદીનો માહોલ જાેવા મળ્યો હતો.
દિવાળીના શુભ મુહૂર્તમાં વેપારીઓએ ચોપડા પૂજન કર્યું
દિવાળીના મહાપર્વ પર ચોપડા પૂજનનું અનેરું મહત્વ હોય છે.ચોપડા પૂજન એટલે ખાતાવહીની પૂજા કહેવાય છે. આ વર્ષે ચોપડા પૂજન વર્ષ ૨૦૨૩માં આજે ૧૨ નવેમ્બર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષને સમૃદ્ધ અને લાભદાયક બનાવવા માટે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને મા શારદાના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય દિવાળી કહેવાય છે.
તેથી, આ દિવસે દિવાળી ચોપડા પૂજા દરમિયાન નવા એકાઉન્ટ બુકની પૂજા કરવામાં આવે છે. સુરતમાં ઠેર ઠેર વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું હતું. આધુનિક યુગમાં મોટાભાગે ચોપડાની જગ્યા કોમ્પ્યુટરે લઈ લીધી છે ત્યારે ચોપડા સાથે કોમ્પ્યુટરનું પૂજન પણ કરવામાં આવ્યું છે..વેપારીઓ શારદા પૂજન કરી નવા વર્ષમાં વેપારની શરૂઆત કરે છે.