Western Times News

Gujarati News

ઈઝરાયલ વિરૂદ્ધ પ્રસ્તાવમાં ભારતે UNમાં મતદાન કર્યું

(એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે હજી સુધી ભારતે ઇઝરાયેલ અને હમાસના મુદ્દે ખુલ્લેઆમ બંનેમાંથી એકની તરફેણમાં ઊભા રહેવાનું ટાળ્યું છે. જાેકે ભારતે હંમેશા શાંતિની વાત કરી છે પરંતુ આતંકવાદના દરેક પગલાની નિંદા પણ કરી છે. આ દરમિયાન હવે સંયુક્ત રાષ્ટ્ર તરફથી સમાચાર આવ્યા છે કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ઇઝરાયેલની વસાહતો વિરુદ્ધ મતદાન કર્યું છે. India votes in UN on resolution against Israel

જાેકે અગાઉ જ્યારે યુએનમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે વોટિંગ થયું ત્યારે ભારતે તેનાથી દૂરી કરી લીધી હતી. કોઈની તરફેણમાં મત આપ્યો નથી. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતે પોતાનું વલણ બદલ્યું છે ? રિયાના પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઈટ્‌સ વિસ્તારમાં ઈઝરાયેલની વસાહતો અને ઈઝરાયેલની ગતિવિધિઓની નિંદા કરવા માટે યુએનમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ભારત સહિત ૧૪૫ દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું.

તો વળી ૭ દેશો કેનેડા, હંગેરી, ઇઝરાયેલ, માર્શલ આઇલેન્ડ, ફેડરેટેડ સ્ટેટ્‌સ ઓફ માઇક્રોનેશિયા, નૌરુ અને અમેરિકાએ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જાેકે આ વોટિંગમાં ૧૮ દેશોએ ભાગ લીધો ન હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. ગોખલેએ ટ્‌વીટ કર્યું કે તેઓ ખૂબ જ ખુશ છે કે ભારતે ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. વસાહતો દ્વારા પેલેસ્ટાઈન પર ઈઝરાયેલનો કબજાે ગેરકાયદેસર છે.

ઈઝરાયેલનો રંગભેદ હવે ખતમ થવો જાેઈએ. નોંધનીય છે કે ગત મહિને ભારતે યુએનમાં જાેર્ડન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર મતદાન કર્યું ન હતું. કોઈ એક તરફ ઉભા રહેવાનું ટાળ્યું હતું. આ પ્રસ્તાવમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની અપીલ કરવામાં આવી હતી.

જાેકે હમાસ અને તેના નરસંહારનો કોઈ ઉલ્લેખ નહોતો. તેથી જ ભારતે મતદાનથી દૂરી રાખી હતી. જાેકે આ પ્રસ્તાવ હજુ પણ ૧૨૦ દેશોના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો હતો. અમેરિકા સહિત ૧૪ દેશોએ તેની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું અને ૪૫ દેશોએ વોટિંગથી દૂર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.