Western Times News

Gujarati News

ગીરના સાવજથી દીપડો ડરીને ઝાડ ઉપર ચઢી ગયો

Gujarat Gir lions count increased

Photo : Twitter

(એજન્સી)ગીર સોમનાથ, ગીર જંગલનો એક એક ખૂણે સાવજનું ઘર છે. ડાલામથ્થા અહી તહીં આખુ જંગલ ભટકે છે. ગીરનું જંગલ તેના અદભૂતતા માટે પ્રખ્યાત છે. અહીં ક્યારેય ન જાેયું હોય તેવુ જાેવા મળે છે. ત્યારે ગીરના જંગલથી વધુ એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે એક જંગલી પ્રાણી બીજા જંગલી પ્રાણીથી ક્યારેય ડરતુ નથી.

પરંતુ જંગલમાં દીપડો ગીરના સાવજથી ડર્યો હોય તેવું જાેવા મળ્યું. જુનાગઢમાં ગિરનાર સફારીનો એક વીડિયો સામે આવ્યો છે. સિંહ અને દિપડાનો આ અદભુત વીડિયો છે. જેમાં ઝાડ પર ચડેલ દીપડાની પાસે સાવજ જવાનો પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. સિંહ અને દીપડો બંને જંગલી અને ખૂંખાર પ્રાણી છે. સિંહ અને દીપડો એક સાથે જાેવા મળતા હોય તેવા કિસ્સા જ્વલ્લે જ જાેવા મળે છે.

તેવામાં પણ સિંહણને જાેઈ દીપડો ડરીને વૃક્ષ પર ચઢ્યો હોય તેવું અહી દેખાઈ રહ્યું છે. શું સિંહણ દીપડાનો શિકાર કરવા માંગે છે. આ વીડિયોની અનેક સ્ટોરી નીકળી શકે છે. અમરેલીમાં દિવાળીના તહેવારોમાં વનવિભાગ દ્વારા લાયન શોની ઘટનાઓ અટકાવવા રેડ એલર્ટ અપાયું છે. પાલીતાણા શેત્રુંજી ડીવીજન હેઠળ અલગ અલગ ૧૩ ટીમો બનાવી આજથી વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

આવતા ૫ દિવસ સુધી સિંહોને અસમાજિક ટીખળ ટોળકી હેરાન ન કરે તે માટે વનવિભાગ બાજ નજર રાખવામા આવશે. રાજુલા જાફરાબાદ લીલીયા સહિતની અલગ અલગ ૭ જેટલી રેન્જનો સમાવેશ કરાયો છે. દિવાળી વેકેશન સમયમાં સિંહ દર્શનની સૌથી વધુ ઘટનાઓ સામે આવતી હોય છે. તેથીવનકર્મીઓ રાત્રીના સમયે એક્સન મોડમાં જાેવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.