Western Times News

Gujarati News

રીગલ હોર્ન્ડ લિઝાર્ડ પોતાની આંખોમાંથી લોહીની ધાર છોડીને શિકારીઓને દૂર ભગાડે છે

મેક્સિકો અને અમેરિકામાં એક વિચિત્ર ગરોળી

રીગલ હોર્ન્ડ લિઝાર્ડ ખૂબ જ અજીબ ગરોળી હોય છે, તે પોતાની આંખોમાંથી લોહીની ધાર છોડીને શિકારીઓને દૂર ભગાડે છે

ગરોળી આંખમાંથી ફેંકે છે લોહીની ગોળી!

નવી દિલ્હી, મેક્સિકો અને અમેરિકામાં એક વિચિત્ર ગરોળી જાેવા મળે છે, જેનું નામ રીગલ હોર્ન્ડ લિઝાર્ડ છે, જેનું કદ માનવ હાથની હથેળી જેટલું છે. શિકારીઓથી બચવા માટે અપનાવવામાં આવેલી આ એક વિચિત્ર પદ્ધતિ અપનાવે છે, જેને જાણીને તમે ચોંકી જશો. તેની પાસે એક અદ્ભુત ડિફેન્સ સિસ્ટમ છે, જેના હેઠળ તે તેની આંખોમાંથી લોહીનો પ્રવાહ છોડીને તેના શિકારીઓને ભગાડે છે. ત્યારપછી, શિકારીઓ તેની નજીક પણ ભટકતા નથી. હવે આ ગરોળીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. Regal horned lizard repels predators by leaving bloodshot eyes

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રીગલ હૉર્ન્ડ લિઝાર્ડનો વીડિયો @NaturelsWeird એ પોસ્ટ કર્યો છે જેના કેપ્શનમાં લખેલું છે કે, ‘રીગલ હોર્ન્ડ લિઝાર્ડ શિકારીઓથી બચાવ માટે પોતાની આંખોમાંથી લોહી નીકાળે છે!’ ૩૦ સેકન્ડની આ ક્લિપને જાેઈને તમે ચોંકી જશો, જેમાં તમે જાેઈ શકો છો કે કેવી રીતે ગરોળી આંખમાંથી લોહી નીકાળીને શિકારી જાનવરને દૂર ભગાડે છે. જાેકે, આ વીડિયો Nat Geo WILD દ્વારા યુટ્યુબ વીડિયોનો ભાગ છે. કુદરત દ્વારા આપવામાં આવેલી અદ્ભુત ક્ષમતાને કારણે, રીગલ હોર્ન્ડ લિઝાર્ડ તેની આંખોની પાછળ લોહી એકત્રિત કરી શકે છે.

જ્યારે જાેખમ હોય છે, ત્યારે તે શિકારીઓ પર આંખોમાં જામેલા લોહીને શિકારીઓ પર ફેંકી દે છે. અહેવાલ મુજબ, આ ગરોળી કીડીઓ ખાય છે, તેમના લોહીનો સ્વાદ કડવો હોઈ શકે છે. તેમાં એવા રસાયણો હોય છે, જેના કારણે શિકારી પ્રાણીઓ આ ગરોળીથી દૂર રહે છે. રીગલ હૉર્ન્ડ લિઝાર્ડનું વૈજ્ઞાનિક નામ  Phrynosoma solare છે. તેનું શરીર દેડકા-ટૉડ જેવું લાગે છે. જાે કે તે તેમના જેવા ઉભયજીવી નથી. તેની પૂંછડી ટૂંકી અને પહોળી છે. તેના શરીરની ચારે બાજુ કાંટા હોય છે. તેના માથાના પાછળના ભાગમાં તાજ જેવા શિંગડાને કારણે તેનું નામ રીગલ હોર્ન્ડ લિઝાર્ડ રાખવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.