Western Times News

Gujarati News

15 દિવસથી ટનલમાં ફસાયેલા કામદારોને મોકલવામાં આવ્યા સ્માર્ટફોન: ગેમ રમીને તણાવ ઓછો કરશે

આ સ્માર્ટ ફોનમાં અનેક પ્રકારની ગેમ ડાઉનલોડ કરવામાં આવી છેઃ કામદારો ગેમ રમીને તણાવ ઓછો કરશે

સિલ્ક્યારા,  ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ૪૧ મજૂરો ફસાયાને ૧૫ દિવસ થઈ ગયા છે. અંદર ફસાયેલા કામદારોને આશા છે કે તેમને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. જાેકે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી સમસ્યાઓ છે. આ વિલંબને જાેતા ટનલના બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ અંદર ફસાયેલા કામદારોને સ્માર્ટ ફોન મોકલ્યા છે. આ સ્માર્ટફોન દ્વારા અંદર ફસાયેલા કામદારો લુડો અને સાપ સીડી જેવી ગેમ રમીને તેમનો તણાવ ઓછો કરશે.

કામદારોનું ધ્યાન તેમની સમસ્યાઓ પરથી હટાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેથી અંદર ફસાયેલા કામદારો રમત રમી શકે અને મુશ્કેલીના સમયે એકબીજાને સાંત્વના આપી શકે. તેમના માટે સ્માર્ટફોન દ્વારા ટનલમાં સમય પસાર કરવો સરળ બનશે. જે મોબાઈલ ફોન ટનલમાં ફસાયેલા કામદારોને મોકલવામાં આવ્યા છે. તેમાંથી લુડો, સાપ સીડી અને અન્ય રમતો ડાઉનલોડ કરીને મોકલવામાં આવી છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન પરિવારના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે અંદર ફસાયેલા કેટલાક લોકો ખૂબ જ ચિંતિત છે. તેણે ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું છે. ઘણા દિવસો સુધી અંદર રહેવાને કારણે તે નર્વસ અનુભવી રહ્યા છે. આથી રેસ્ક્યુ ટીમે અંદર ફસાયેલા કામદારોને ગેમ રમવા માટે ફોન મોકલ્યા છે. કદાચ સ્માર્ટ ફોન આવ્યા પછી તેમનું મન ડાઈવર્ટ થઈ જશે અને તેમને બેચેની જેવી કોઈ સમસ્યા નહીં થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.