Western Times News

Gujarati News

બાબા વિશ્વનાથના દરબારને 11 ટન ફૂલોથી શણગારાશે

દેવ દિવાળીની સાંજે શ્રીકાશી વિશ્વનાથ ધામના ગંગા દ્વાર પર ભવ્ય લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે

વારાણસી,  વારાણસી આખું સજ્જ છે અને દેવ દિવાળી માટે તૈયાર છે. બનારસના ઘાટો પર દીવાઓની કતાર છે. કાશીના વિશ્વનાથ મંદિરને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરિડોરના ઉદ્‌ઘાટન સમયે મંદિરને તે જ રીતે શણગારવામાં આવી રહ્યું છે. Baba Vishwanath’s Durbar will be decorated with 11 tonnes of flowers

કાશી વિશ્વનાથ મંદિર પરિસરને ૧૧ ટન ફૂલોથી સજાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત યોગી સરકાર દ્વારા ૨૭ નવેમ્બરે દેવ દિવાળીની સાંજે શ્રીકાશી વિશ્વનાથ ધામના ગંગા દ્વાર પર ભવ્ય લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ વિશ્વનાથ ધામ, કાશી અને ભગવાન શિવની ધાર્મિક કથા અને ગાથા જાેઈ અને સાંભળી શકશે.

શ્રીકાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ વર્માએ જણાવ્યું કે ધામ, કાશીનું મહત્વ અને કોરિડોરના નિર્માણ પર આધારિત માહિતી ગંગા ગેટ પર લેસર શો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. લેસર શોનો સમયગાળો ૫ મિનિટનો હશે, જે ઘણી વખત પ્રસારિત થશે.

લેસર શોનું આયોજન એ રીતે કરવામાં આવી રહ્યું છે કે બોટર્સ અને ઘાટ પર હાજર લોકો આરામથી જાેઈ શકે. તેમણે કહ્યું કે કાશીના વિશ્વ પ્રસિદ્ધ દેવ દિવાળીના અવસર પર વારાણસી આવતા પ્રવાસીઓ શ્રીકાશી વિશ્વનાથ ધામની મુલાકાત અવશ્ય લે છે.

આવી સ્થિતિમાં ભક્તોના સ્વાગત માટે બાબાના દરબારને આકર્ષક દેશી-વિદેશી ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. વિશાખાપટ્ટનમના એક વેપારી બાબાના ધામને ૧૧ ટન ફૂલોથી સજાવી રહ્યા છે. મહાદેવના ધામને શણગારવા માટે કોલકાતા, બેંગ્લોર અને વિદેશથી ફૂલો આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.