૧લી ડિસેમ્બર સુધી માવઠું ચાલુ રહેશે: હવામાન નિષ્ણાંત
ગુજરાતીઓ સાવધાન રહેજાે
રવિવારે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો અને તે બાદ રાજ્યભરમાં સૂસવાટાભેર પવન ફૂંકાયા હતા
અમદાવાદ, ભરશિયાળે માવઠાએ કહેર મચાવ્યો છે. ગઇકાલે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો અને તે બાદ રાજ્યભરમાં સૂસવાટાભેર પવન ફૂંકાયા હતા અને વરસાદ ખાબક્યો હતો. જેના લીધે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ વીજળી પડતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.Monsoon to continue till December 1: Meteorologist
આવામાં આજે ફરી માવઠાનો માર સહન કરવો પડશે કે કેમ? તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. રવિવાર બાદ આજે સોમવારે રાજ્યભરનું હવામાન કેવું રહેશે અને રાજ્યના કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે તેમણે જણાવ્યું છે. ગુજરાતીઓ સાવધાન રહેજાે, કેમ કે, હજુ આજે પણ વરસાદ પડશે. પરેશ ગોસ્વામીએ માવઠા અંગે મોટી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, હજુ પણ આફતનું માવઠું ગયું નથી. આજે સાંજ સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો માર યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ આગાહી છે.
તેમણે કહ્યું કે, આજે સાંજ સુધીમાં વધારે વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ વિસ્તારોમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હવામાનમાં પલટો જાેવા મળશે. હળવાથી સામાન્ય ઝાપટા ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં આવનારા ૨૪ કલાક દરમિયાન ગાઢ વાદળો જાેવા મળશે.
સાથે જ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા જાેવા મળી શકે છે. ૨૮મી તારીખ પછી હવામાન ખુલ્લુ થશે. પરંતુ ૨૮ અને ૨૯ તારીખે પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આ સિસ્ટમ પસાર થઇ ગયા પછી પણ તેનો પાછળનો ભાગ પહેલી ડિસેમ્બરે પણ રાજ્યના કેટલાક ભાગોને પરેશાન કરી શકે છે. એટલે કે પહેલી ડિસેમ્બરે પણ વરસાદની શક્યતા જાેઇ શકાય છે.ss1