Western Times News

Gujarati News

કંગના રનૌતની ફિલ્મ તેજસ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

કંગનાએ આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાને ફિલ્મ જાેઈ હશેકં

ગના રનૌતની ફિલ્મમાં તેજસ ગીલ વાયુ સેનાના વિમાન તેજસમાં ઉડાન ભરે છે અને દુશ્મનોને હરાવે છે

મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી. દેશભરના લોકોની નજર તેમના પર હતી. તેજસમાં ઉડાન ભર્યા પછી વડાપ્રધાન મોદીએ પોતાના અનુભવને દેશવાસીઓ સાથે શેર પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્‌વીટ પછી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ એક ટ્‌વીટ કરી છે. કંગના રનૌત આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીએ તેની ફિલ્મ તેજસ જાેઈ હશે.Kangana Ranaut’s film Tejas will be released on the OTT platform

આ ફિલ્મમાં કંગના રનૌત ભારતીય વાયુસેનાની પાયલોટ બની છે જેનું નામ તેજસ ગીલ હોય છે. ફિલ્મમાં તેજસ ગીલ વાયુ સેનાના વિમાન તેજસમાં ઉડાન ભરે છે અને દુશ્મનોને હરાવે છે. જાેકે કંગના રનૌતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મને જાેઈએ તેવી સફળતા મળી નહીં. થિયેટર સુધી દર્શકોને લઈ જવામાં નિષ્ફળ રહેલી કંગના રનૌતની ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

આ વાતની જાણકારી પણ કંગના રનૌત ટિ્‌વટ કરીને આપી છે. કંગના રનૌત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્‌વીટને રીટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, તેની ફિલ્મ તેજસ ટૂંક સમયમાં જ બે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કંગનાએ લખ્યું છે કે જે લોકોએ તેજસ થિયેટરમાં જાેઈ નથી તેમના માટે તેજસ ફિલ્મ ઝી૫ અને સોની લીવ પર ટૂંક સમયમાં રિલીઝ થશે. જાેકે આ બંને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ક્યારથી જાેવા મળશે તેની ડેટ સામે આવી નથી.

પણ એ વાત નક્કી છે કે કંગના રનૌતની ફિલ્મ એક નહીં પરંતુ બે ઓટીટી પ્લેટફોર્મ પર જાેવા મળશે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં કંગના રનૌત તેજસ ગીલ નામની ફાઈટર પ્લેન પાઇલોટની ભૂમિકામાં જાેવા મળે છે. આ ફિલ્મ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ હતી પરંતુ બોક્સ ઓફિસ પર શરૂ પ્રદર્શન કરી શકે નહીં. હવે દર્શકોની નજર કંગના રનૌતની આગામી ફિલ્મ ઇમરજન્સી પર હશે. ઈમરજન્સી ફિલ્મ આગામી વર્ષે થિયેટરમાં રિલીઝ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.