Western Times News

Gujarati News

ગાયત્રી ચેતના કેન્દ્ર- મોડાસાનો પાંચમો વાર્ષિકોત્સવ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ઉજવાયો

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસામાં પાંચ વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ આ જન જાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ અનેક રચનાત્મક ગતિવિધિઓ સાથે સક્રિય રહ્યું છે. જન માનસમાં માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે.

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર , પર્યાવરણ બચાવ, વૃક્ષ ગંગા અભિયાન, યુવા જાગૃતિ, નારી જાગરણ, બાળ સંસ્કાર કેન્દ્રો, નશા મુક્તિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર , બાળકોમાં કૌશલ્ય વિકાસ તેમજ વાયુ પ્રદૂષણ મુક્ત હેતું ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા વાતાવરણને સેનેટાઈઝ હેતું ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવે છે. આ ઉપરાંત યુવાઓ ( જી.પી.વાય.જી.) દ્વારા દર રવિવારે વૃક્ષોના જતન માટે પ્રાણવાન સન્ડે ના અભિયાન અંતર્ગત આમ જનતામાં જાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છે.

આ ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠાને આ દેવ દિવાળી પર પાંચ વર્ષ થતાં હોઈ વાર્ષિકોત્સવ ઉજવણીનો કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં ૨૭ નવેમ્બર દેવદિવાળીના રોજ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થયું. આ પવિત્ર યજ્ઞ આયોજનમાં નવદંપતિ કે જેમને ગર્ભ ધારણ કે બાળકનો જન્મ થયેલ નથી.

જેઓને શ્રેષ્ઠ બાળકના જન્મ માટે આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કારની ટીમ દ્વારા અગાઉ વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ. એવા નવદંપતિઓને આ યજ્ઞમાં યજમાન તરીકે પૂજામાં નિઃ શુલ્ક બેસવાનો લાભ આપવામાં આવ્યો. પ્રાણ પ્રતિષ્ઠાના પાંચમાં વર્ષ દરમિયાન વિશેષ મહત્વપૂર્ણ કાર્યો કરનાર, સેવા સહકાર આપનાર ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

આ આયોજનમાં વિશેષમાં મોડાસા ક્ષેત્રમાં જનસેવાઓ સાથે જાેડાયેલ એવા કમલેશભાઈ પટેલ, શીવુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, અતુલભાઈ પંડ્યા તેમજ મોડાસા તથા ગામેગામથી સેંકડો ગાયત્રી સાધકો તેમજ શ્રદ્ધાળુઓ જાેડાયા હતાં. આજના આ યજ્ઞમાં સૌએ પવિત્ર પૂજન સાથે આહુતિઓ અર્પણ કરી ગાયત્રી ચેતના કેન્દ્રની તમામ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓમાં સક્રિય સહભાગી બનવા સંકલ્પ લીધા. સૌને માટે સામુહિક ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી.

આ આયોજનની વિશાળ મંડપ ડેકોરેશન સાથે તૈયારીઓ થઇ ગયેલ. આગલા દિવસ અચાનક વરસાદી માહોલ છવાઈ જતાં તાત્કાલિક સ્થાન બદલવાનો ર્નિણય લઈ ખુલ્લામાં મંડપની જગ્યાએ હૉલમાં પરિવર્તન કરવામાં આવેલ. અચાનક સ્થાન બદલાવના ર્નિણય સાથે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ગાયત્રી સાધક ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.