Western Times News

Gujarati News

રણદીપ-લીનના લગ્નનો વિડીયો વેડિંગ ફોટોગ્રાફરે શેર કર્યો

મુંબઈ, હાઇવે ફેમ એક્ટર રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લેશરામ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. બન્નેએ એમના પરિવાર સાથે મળીને એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા છે. રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લેશરામે બોલિવૂડ લગ્નોમાંથી બિલકુલ અલગ અંદાજમાં મણિપુરના મૈતેઇ સમુદાયના પારંપારિક રીતે લગ્ન કર્યા. હાલમાં લગ્નનો એક અનસીન વિડીયો સામે આવ્યો છે જેમાં મણિપુરી રિવાજની ઝલક બતાવવામાં આવી છે.

રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લેશરામના લગ્નનો વિડીયો વેડિંગ ફોટોગ્રાફરે સોશિયલ મિડીયામાં શેર કર્યો છે. વિડીયોમાં રણદીપ અને લીનના લગ્નની મસ્ત ઝલક બતાવવામાં આવી છે. રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લેશરામના લગ્નનો વિડીયો વેડિંગ ફોટોગ્રાફરે સોશિયલ મિડીયામાં શેર કર્યો છે. વિડીયોમાં રણદીપ અને લીનના લગ્નની મસ્ત ઝલક બતાવવામાં આવી છે.

આ તસવીરોમાં તમે કપલના પ્રી વેડિંગ મુમેન્ટ્‌સથી લઇને બ્રાઇડલ ગ્રુમ એન્ટ્રી, વરમાળા અને પોસ્ટ વેડિંગ સેરેમની સુધીની ઝલક જાેવા મળશે. તમને જણાવી દઇએ કે મણિપુરની રાજધાની ઇમ્ફાઇલના ચુમથાંગ શન્નાપુંગ રિસોર્ટમાં રણદીપ અને લીન લેશરામના લગ્ન થયા. લગ્નની દરેક રસમો આ રિસોર્ટમાં થઇ છે.

અભિનેતા રણદીપ હુડ્ડા અને લીન લેશરામ પારંપરિક મેતઇ ટ્રેડિશન અનુસાર લગ્નના બંધનમાં બંધાયા. રણદીપ અને લીન છેલ્લા કેટલાય વર્ષથી ડેટ કરી રહ્યા હતા. બંનેનો સંબંધને લઈને ઘણી ચર્ચાઓ મીડિયામાં થતી હતી. જાે કે, બંનેએ ક્યારેય ખુલીને આ અંગે વાત કરી નહોતી. જાે કે હવે બંનેએ લગ્ન કરીને એક નવી જિંદગીની શરુઆત કરી છે. રણદીપ હુ્‌ડડા ૪૪ વર્ષનો છે. તો વળી લીન તેનાથી ૧૦ વર્ષ નાની છે.

લિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ સાથે જ મોડલિંગની દુનિયામાં પણ એક મોટું નામ છે. રણદીપ અને લીન છેલ્લા કેટલાય વર્ષથી ડેટ કરી રહ્યા હતા. બંનેનો સંબંધને લઈને ઘણી ચર્ચાઓ મીડિયામાં થતી હતી. જાે કે, બંનેએ ક્યારેય ખુલીને આ અંગે વાત કરી નહોતી. જાે કે હવે બંનેએ લગ્ન કરીને એક નવી જિંદગીની શરુઆત કરી છે. રણદીપ હુ્‌ડડા ૪૪ વર્ષનો છે. તો વળી લીન તેનાથી ૧૦ વર્ષ નાની છે. લિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ સાથે જ મોડલિંગની દુનિયામાં પણ એક મોટું નામ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.