Western Times News

Gujarati News

૩ દાયકાના ૩ સુપરસ્ટાર જ્યારે આવ્યા એકસાથે

મુંબઈ, ધર્મેન્દ્ર- ઋષિ કપૂર-સંજય દત્ત પોતપોતાના સમયના સુપરસ્ટાર રહ્યા છે. ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ, તેમની ફિલ્મો આજે પણ દર્શકો પર રાજ કરે છે. ૮૭ વર્ષના ધર્મેન્દ્ર હવે ખૂબ જ ઓછી ફિલ્મો કરે છે પરંતુ તેમનું નામ આજે પણ માર્કેટમાં એટલું જ ચાલે છે. ઠીક એવું જ સ્ટારડમ ૬૪ વર્ષના સંજય દત્ત સાથે પણ છે.

જાેકે, સંજય દત્ત આજે પણ હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમામાં ખૂબ જ એક્ટિવ છે. જણાવી દઈએ કે, ધર્મેન્દ્રએ વર્ષ ૧૯૬૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી બોલિવૂડમાં પગ મુક્યો હતો. ઋષિ કપૂરે ભલે ચાઈલ્ડ એક્ટર તરીકે ‘મેરા નામ જાેકર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હોય. પરંતુ, એક્ટર તરીકે તેઓએ વર્ષ ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘બૉબી’થી પોતાના કરિયરની શરુઆત કરી હતી. વળી, સંજય પહેલીવાર ચાઈલ્ડ આર્ટિસ્ટ ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ (૧૯૭૧)માં જાેવા મળ્યો હતો. જાેકે, એક્ટરની પહેલી ફિલ્મ ૧૦ વર્ષ બાદ ૧૯૮૧માં આવી હતી ‘રૉકી’.

આ ત્રણે દિગ્ગજાેએ અલગ-અલગ પીરિયડમાં લાંબા સમય સુધી દર્શકો પર રાજ કર્યું હતું. આ બંનેને એક સાથે કાસ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ, ડિરેક્ટર જેપી દત્તા આ ત્રણેય સુપરસ્ટાર્સને એક સાથે લઈને મોટું રિસ્ક લીધું અને તે પોતાના પ્લાનમાં સફળ પણ સાબિત થયાં. ધર્મેન્દ્ર-ઋષિ કપૂર અને સંજય દત્ત પહેલીવાર ફિલ્મ ‘હથિયાર’માં એકસાથે જાેવા મળ્યા હતાં.

આ ફિલ્મ ૧૦ માર્ચ વર્ષ ૧૯૮૯માં રિલીઝ થઈ હતી. આ ત્રણેય સ્ટાર્સની એક સાથે આવેલી એકમાત્ર ફિલ્મ હતી. આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી, જેમાં ધર્મેન્દ્ર- ઋષિ સંજય દત્તની સિવાય અમૃતા સિંહ, સંગીતા બિજાની, આશા પારેખ, પરેશ રાવલ અને કુલભૂષણ ખરબંદા જેવા કલાકાર પણ સામેલ હતાં. ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરવા માટે ધર્મેન્દ્ર અને સંજય દત્તના ખૂબ જ વખાણ પણ થયા હતાં.

આ ફિલ્મ બંનેના શાનદાર રોલ અને અભિનયમાંની એક છે. આ ફિલ્મની શૂટિંગ સન ૧૯૮૬થી શરુ થઈ હતી. પરંતુ, કોઈને કોઈ કારણોસર આ ફિલ્મ ડિલે થઈ રહી હતી અને બાદમાં સન ૧૯૮૯માં જઈને રિલીઝ થઈ હતી. આઈએમડીબીની રિપોર્ટ અનુસાર, ફિલ્મના નામે એક મોટો ઈતિહાસ નોંધાયો છે.

આ બોલિવૂડની પહેલી ફિલ્મ છે જેમાં પહેલીવાર અસલી AK ૪૭ બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કેના પહેલા રબરની બંદૂકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મ ૩.૧૦ કરોડના બજેટમાં બની હતી. ફિલ્મને ભારતી બોક્સ ઓફિસ પર ૬ કરોડથી વધારે કમાણી કરી હતી. જ્યારે તેનું વર્લ્ડવાઇડ કલેક્શન ૮ કરોડની આસપાસ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.