આ કારણસર સરકારી નોકરીમાં લાગેલા શિક્ષકો સહિતના કર્મચારીઓ વિરોધ નોંધાવશે
રાજ્યમાં ૧૧ સ્થળોએ શિક્ષકોની પદયાત્રા નીકળશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકો મેદાનમાં ઉતરશે, એક મોટી પદયાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે, જેમાં ૨૦૦૫ પહેલા સરકારી નોકરીમાં લાગેલા શિક્ષકો અને કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ ના કરતાં વિરોધમાં ઉતરશે. For this reason, government employees including teachers will protest
મળતી માહિતી પ્રમાણે, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંધ પ્રેરિત રાષ્ટ્રીય સંયુકત મોરચા એક મેગા પદયાત્રા યોજવામાં આવશે, શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા આ પદયાત્રા રાજ્યના ૧૧ સ્થળોએથી કાઢવામાં આવશે, જેમાં શિક્ષકો સહિત વિવિધ સંગઠનો જોડાશે, અને પોતાનો વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે, ૨૦૦૫ પહેલા સરકારી નોકરીમાં લાગેલા શિક્ષકો સહિતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં પોતાનો સમાવેશ ના કરતા આ અંગે વિરોધ નોંધાવશે.
શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોનોની પણ મહાપંચાયતમાં થશે ચર્ચા કરાશે.રાજ્યમાં ફરી એકવાર શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવવાના મૂડમાં છે, આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની પડતર માંગોને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.