Western Times News

Gujarati News

આવાસ યોજનાના 2510 આવાસો માટે 19.50 કરોડની રાહત આપવાનો નિર્ણય

પ્રતિકાત્મક

ઔડાના ર,પ૧૦ આવાસ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના, ૧૯ કરોડની રાહત

(એજન્સી)અમદાવાદ,  શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની શુક્રવારે મળેલી ર૯૭ની બોર્ડ બેઠકમાં વર્ષ ર૦૦૧થી ર૦૦૮માં તૈયાર કરેલા ઈડબલ્યુએસ અને વામ્બેની જુદી જુદી ૧૪ આવાસ યોજનાના રપ૧૦ આવાસો માટે વનટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ ૧૯.પ૦ કરોડની રાહત આપવાનો નિર્ણય કરાયો છે. આ દરખાસ્તને બોર્ડ બેઠકમાં મંજૂરી અપાઈ છે.આવાસોના બાકી હપ્તાની રકમ એક સાથે ભરાશે તો તમામ લાભાર્થીને માફી યોજનાનો લાભ થશે.

ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી.પી.દેસાઈએ કહયું કે આવાસોમાં કેટલાક ફાળવણીદારોની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે દંડ અને હપ્તા ભરવાની રકમ મુળ હપ્તાની ૮,૯પ,૬૭,૪૦૦ રકમ છે. આ રકમ ભરી શકાય તેવું લાગતું નથી. જેથી આવા લાભાર્થીઓનું આર્થિક ભારણ ઘટાડવા પેનલ્ટીની ૧૯,પ૦,૮૮,ર૦૯ રકમ માફ કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે.

આ હપ્તાની રકમ એક જાન્યુઆરીથી ૩૧મી માર્ચે ર૦ર૪ સુધીમાં ભરાઈ જશે અને પેનલ્ટી માફ થશે તો લાભાર્થીઓ પોતાના મકાનના દસ્તાવેજ કરી શકશે. આ ઉપરાંત કલોલ ગ્રોથ સેન્ટર અને શહેરી વિસ્તરણની વચ્ચે આવેલા ધાનજ, જાસપુર, પલસાણા, તથા સઈજ પૈકીના વિસ્તારમાં ઝોન ફેર કરી રહેણાંક-૧ આર-૧ ઝોન સુચિત કરવા અંગેનું ગત ર૩મી ઓકટોબરના રોજ પ્રારંભીક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

જેમાં સમાવિષ્ટ જમીનોનાં મુસદારૂપ નગર રચના યોજના બનાવવા ઈરાદો જાહેર કરવા તથા તે માટે અધિનીયમની જોગવાઈ અન્વયે માટે અધિનીયમની અન્વયે જરૂરી માર્ગદર્શન મેળવાશે. કલોલ ગ્રોથ સેન્ટર અને અમદાવાદને જોડતા રસ્તાનો ઝડપથી વિકાસ કરાશે. નગર રચના યોજના રર૯ જાસપુર ખોડીયારના અંતીમ ખંડ નં.૬પ૯ પૈકીની ર૬૬૦ ચો.મી. જમીનમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માટે જમીનની ફાળવણી કરાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.