Western Times News

Gujarati News

બસમાં અજાણ્યા મુસાફર પાસેથી બિસ્કીટ લેતાં પહેલાં ચેતી જજો

પ્રતિકાત્મક

બિસ્કીટમાં નશા યુક્ત વસ્તુ ભેળવી દાગીના-રોકડની લૂંટ

(એજન્સી)અમદાવાદ, શહેરના એક વેપારીને ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો છે. પેસેન્જર તરીકે બેઠેલા સાથી પેસેન્જરે સોના ચાંદીના દાગીના સહિત ૩.૪૦ લાખની મત્તા લૂંટી ફરાર થઇ ગયો છે. ફરિયાદીને બિસ્કીટમાં નશા યુક્ત વસ્તુ ભેળવી આ દાગીના અને રોકડની લૂંટ થયાની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. Be careful before taking a biscuit from an unknown passenger in a bus

અમદાવાદના બાપુનગરના એક વેપારીને ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવાનું કડવો અનુભવ થયો અને લાખો રૂપિયા લૂંટાયા. ઘટનાની હકીકત અંગે વાત કરીએ અશોક ઝડફીયા ગત ૭ ડિસેમ્બરના રોજ રાત્રે દરમિયાન સુરત ખાતે ભત્રીજાના લગ્નમાં જવા માટે સીટીએમ થી ટ્રાવેલ્સ બસમાં બેઠા હતા. રામદેવ ટ્રાવેલ્સ બસમાં તેઓ એક સિંગલ સોફામાં ટિકિટ બુક કરાવી સુરત ખાતે જવાના હતા તે દરમિયાન બીજા ખાલી સોફામાં અન્ય પેસેન્જર આવીને બેઠેલા.

આ મુસાફરી દરમ્યાન ટ્રાવેલ્સમાં મિત્ર બનેલા અન્ય પેસેન્જરે રસ્તામાં ચા નાસ્તા માટે ટ્રાવેલ્સ બસ ઊભી રહી ત્યારે પોતાની બેગમાંથી વેફર અને બિસ્કીટ કાઢીને ફરિયાદી અશોક ઝડફીયાને ખવડાવ્યા. જોકે આ બિસ્કીટ ખાધા બાદ પાણી પીતા ફરિયાદીને ભારે ઊંઘ આવતા તેઓ બેભાન અવસ્થામાં ૨૪ કલાક સુધી રહ્યા હતા.

ફરિયાદી અશોક ઝડફીયા જ્યારે નિકોલની સરદાર હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ હોવાનો ખ્યાલ આવતા લૂંટાયાનો અહેસાસ થયો. જોકે પરિવારને આ અંગે તેઓ હોસ્પિટલમાં પહોંચતા ખ્યાલ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.